નિત્યાનંદ અને મંજુલા પૂજા શ્રોફના ‘સંબંધો’ દર્શાવતો વિડીયો વાઈરલ થયો
નિત્યાનંદના થર્ડ આઈથી મળતા ‘ચમત્કારીક’ પરિણામોનીય વાહવાહી
અમદાવાદ: અમદાવાદના હીરાપુરા વિસ્તાર ની ડીપીએસ ઈસ્ટ સ્કુલમાં ચાલતા નિત્યાનંદ આશ્રમમાં ગોરખધંધાઓ આચરવામાં આવતા હોવાના વિવાદમાં ભીનું સંકેલાઈ ગયુ હોય એવી સ્થિતિ નિર્માણ થઈ છે. ડીપીએસ-ઇસ્ટ અને કેલોરેક્સ ફાઉન્ડેશનના માંધાતા મંજુલા પૂજા શ્રોફ અને કુખ્યાત લંપટ એવા નિત્યાનંદ વચ્ચે ‘ઘનિષ્ઠ’ સંબંધો હોય એના સ્પષ્ટ સંકેતો આપતો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો. આ વિડીયોમાં મંજુલા-પૂજા શ્રોફ દ્વારા નિત્યાનંદના ગુણગાન ગાવામાં આવી રહ્યા છે.
આ વિડીયોમાં મંજુલા-પૂજા શ્રોફ જણાવે છે કે મે આ મુસાફરી દરમ્યાન બે વસ્તુનો અભ્યાસ કર્યો હતો. જેમાં એક અજાણ્યુ ચિત્ર હતુ. અને એક કોઈ શહેર હતુ. મને એક તસ્વીર આપવામાં આવી હતી. તમને તેને ઝુમ ઈન કરી શકો છો. આ તસ્વીર એક શહેરથી દૂર આવેલા એક ગામડાની છે. હું તે ગલીને જાઈ શકતી હતી. જેમાં એક વિશેષતા હતી જેમાં એક ઢાળવાળી છત, ઝુંપડી હતી. અને સ્નો ફોલ થઈ રહ્યો હતો.
ત્યાં ઘણી બધી આવી જગ્યા હતી એની ડાબી બાજુ મોટી સ્પેસ હતી. મને દૂરવર્તી સવેદનામાં ઘણો રસ છે જેની મેં તાજેતરમાં જ ઘણી પ્રેક્ટીસ કરી હતી. આ તસ્વીરને ઝુમ કરીને એક મિત્રની બેંક જાઈ રહી હતી. તે બેંક ફાંંસમાં એક અંતરીયાળ વિસ્તારમાં હતી. તે મારા મિત્રને આ વસ્તુ જાણવા માટે ફોન કર્યો અને પૂછયુ કે તમને ખબર છે કે તમારે ત્યાં નવી બેંક ખુલી છે. અને તમે તેને ક્યારેય જાઈ છે?
બેંક નથી જાઈ તો અમે કેવી રીતે કહી શકીએ કે હા ખુલી છે. તો તેણે કહ્યુ કે તમને ખબર છે હું શું કરવાનો છું. તમે ઉભા રહો મારા કો-ઓર્ડીનેટરને કોલ કરૂ છું. અને તમને બંકના ફીચર મોકલી દશે.
આ એક અદ્દભૂત એકસપિરિયન્સ હતો જેને મારો આત્મવિશ્વાસ જગાવ્યો હતો. જે અમારી સાથે આ કામ કરી રહ્યા એ સ્વામીજી હતા. આ અમારી સૌથી મોટી, લ‹નગ હતી અમે ત્યાં બે વસ્તુ શીખી હતી. વધુમાં મંજુલા-પૂજા શ્રોફ જણાવે છે કે બીજી વસ્તુ એ હતી કે વાળને કઈ રીતે રીમુવ કરી શકાય. તેમાં અમે નાનું પીણું લેતા હતા અને તેને સ્વામીજીની ેથર્ડ આઈ’ થી કાઢી નાખતા હતા. પ૦ ટકા વાળને અમે આ રીતે કાઢતા હતા. એક જગ્યોએ જામી જાય તો તેમાં દૂરદર્શી નજરનો ઉપયોગ કરતા હતા.