નિત્યાનંદ આશ્રમની વિદેશ જતી રહેલી યુવતીઓનો દૂતાવાસમાંથી હાજર થવા ઇનકાર
અમદાવાદ, અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલી ડી.પી.એસ. સ્કૂલમાં એક સમયે ચાલતા નિત્યાનંદ આશ્રમમાંથી લાપતા થયેલી યુવતીઓએ ભારત બહારના કોઇ અજ્ઞાાત સૃથળેથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જવાબ મોકલાવ્યો છે કે તેઓ વિદેશમાં આવેલા કોઇપણ ભારતીય દૂતાવાસમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર નહીં થાય. તેઓ અમેરિકામાં આવેલા યુનાઇટેડ નેશન્સમાં આવેલા ભારતીય હાઇકમિશન સમક્ષ હાજર થવા માંગે છે. હાઇકોર્ટે ફરી કેન્દ્ર સરકારને આ અંગે જવાબ રજૂ કરવાનો નિર્દેશ આપી વધુ સુનાવણી ત્રીજી માર્ચના રોજ નિયત કરી છે.
બન્ને પુત્રીઓને શોધવા હેબિયસ કોર્પસની રિટ કરનારા જનાર્દન શર્માની અરજી અંગે આજે સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં બન્ને યુવતીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે તેઓ વિદેશમાં આવેલા કોઇ ભારતીય દૂતાવાસમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા હાજર નહીં થાય, કારણ કે ત્યાં તેમનાં પાસપોર્ટ જપ્ત થવાનો ભય છે.
જાે કે બન્ને યુવતીઓ તરફથી તૈયારી દર્શાવવામાં આવી હતી કે તેઓ અમેરિકામાં આવેલા સંયુક્ત રાષ્ટ્રોમાં ભારતીય હાઇકમિશન સમક્ષ હાજર થવાં તૈયાર છે. જેના વિરોધમાં અરજદાર પિતા તરફથી દલીલ કરવામાં આવી હતી કે પહેલાં યુવતીઓ વીડિયો કોન્ફરન્સથી હાજર થવાં તૈયાર હતી હવે તેનો પણ ઇનકાર કરી રહી છે.
નિત્યાનંદના પ્રયાસોના કારણે યુવતીઓ ગેરમાર્ગે દોરાઇ છે અને એક દેશમાંથી બીજા દેશમાં જઇ રહી છે. આ ગંભીર મુદ્દાની તપાસ જરૂરી છે. આજની સુનાવણીમાં કોર્ટે ટકોર કરી હતી કે ક્યાંક કોર્ટના આદેશોનો સહારો લઇ અમેરિકાના વિઝા મેળવવાનો પ્રયત્ન તો નથી થઇ રહ્યો ને? કોર્ટે આગામી સુનાવણી ત્રીજી માર્ચના રોજ નિયત કરી છે.
ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલાં હાથ ધરાયેલી સુનાવણીમાં બન્ને બહેનો લોપામુદ્રા અને નિત્યનંદિતાએ જમાઇકાની રાજધાની કિંગ્સ્ટન સિૃથત ભારતીય દૂતાવાસના એટેચી એમ.પી. કર સમક્ષ ગત આઠમી જાન્યુઆરી, ૨૦૨૦ ના રોજ સોગંદનામું કર્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે તેમણે તેમની ઇચ્છા અને સ્વતંત્ર રીતે ભારત છોડયું છે અને તો ભારત પરત આવવા માગતા નથી.HS