નિત્યાનંદ આશ્રમમાંથી લાપત્તા યુવતિનો જીવ જાેખમમાં હોવાના વિડિયોથી પિતા વ્યથિત
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલા સ્વામિ નિત્યાનંદના આશ્રમમાંથી બે યુવતિઓ લાપત્તા થવાની ઘટનામાં એક જ પછી એક ચોંકાવનારી વિગતો ખુલી રહી છે હાલમાં આ આશ્રમ તોડી નાંખવામાં આવ્યો છે પરંતુ આશ્રમમાંથી લાપત્તા યુવતિઓનો કોઈ પત્તો લાગ્યો નથી આ દરમિયાનમાં લાપત્તા બનેલી એક યુવતિએ પોતાના જીવને જાખમ હોવાનો વિડિયો શેર કરતા તેના પિતા ચોંકી ઉઠયા છે અને તેમણે આ વિડીયો વાયરલ કરી પોલીસતંત્ર સમક્ષ પોતાની પુત્રીને બચાવવા માટે રજુઆતો કરી પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠાવ્યા છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરના હાથીજણ ખાતે આવેલી ડીપીએસ સ્કુલની જગ્યામાં બનાવવામાં આવેલા સ્વામિ નિત્યાનંદનો આશ્રમ વિવાદમાં સપડાયો હતો અને આ અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવતા આશ્રમને તોડી નાંખવામાં આવ્યો છે જનાર્દન શર્મા નામના વ્યકિતએ પોતાની બે પુત્રીઓ આશ્રમમાંથી લાપત્તા બની હોવાની ફરિયાદ નોંધાવી હતી અને આ અંગે ગુજરાત હાઈકોર્ટમાં હેબીયર્સ કોપર્સ કરી હતી પરંતુ હજુ સુધી આ બંને યુવતિઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો પ્રાથમિક તપાસમાં બંને યુવતિઓ વિદેશમાં હોવાનું જણાવ્યું હતું અને આ અંગે કેટલાક વિડિયો પણ શેર કરવામાં આવ્યા હતાં જેમાં બંને યુવતિઓ પ્રારંભમાં પોતે ખૂબ જ ખુશ હોવાનું જણાવતી હતી
આ દરમિયાનમાં ગઈકાલથી એક ચોંકાવનારો વિડિયો ફરતો થયો છે. જનાર્દન શર્માની પુત્રી લોપા મુદ્રાએ એક વિડિયો શેર કર્યો છે અને તેમાં તે પોતે ખૂબ સંકટમાં છે અને પોતાનો જીવ પણ જાખમમાં છે તેવો વિડિયો તેણે મોકલ્યો હતો આ વિડિયો મળતા જ તેના પિતા જનાર્દન શર્મા ખૂબ જ વ્યથિત બની ગયા છે અને તેમણે આ વિડિયો વાયરલ કર્યો છે. જનાર્દન શર્માએ પોતાની પુત્રીઓને બચાવી લેવા માટે પોલીસ અધિકારીઓને જણાવ્યું હતું અને આ અંગેની ફરિયાદ પણ નોંધાવી હતી પરંતુ હજુ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી આ દરમિયાનમાં આ વિડિયો વાયરલ થતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે. જનાર્દન શર્માએ પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠાવ્યા છે.