નિત્યાનંદ કેસ : બંને સાધિકાના વચગાળાના જામીન ફગાવાયા
અમદાવાદ: નિત્યાનંદ આશ્રમના વિવાદ કેસમાં પકડાયેલી બંને આરોપી સાધિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાએ આજે વચગાળાની જામીન અરજી કરી હતી જા કે, અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આકરા વલણ સાથે બંને સાધિકાઓની વચગાળાની જામીન અરજી ફગાવી દઇ તેઓને હાલના તબક્કે કોઇ રાહત આપવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. વધુમાં, બંને આરોપી સાધિકાઓની રેગ્યુલર જામીન અરજીની કોર્ટે વધુ સુનાવણી તા.૩૦મી નવેમ્બરના રોજ મુકરર કરી હતી. નિત્યાનંદ આશ્રમની સાધિકાઓ પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વાની વચગાળાની જામીન અરજીનો વિરોધ કરતાં સરકારપક્ષ તરફથી જણાવાયું હતું કે, ખૂબ જ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ એવા આ કેસની તપાસ હજુ ચાલી રહી છે.
આશ્રમમાંથી ગુમ થયેલી બે બહેનોની ભાળ હજુ મળી નથી, હાઇકોર્ટે આ બંને યુવતીઓને શોધી લાવવા માટે પોલીસ અને તપાસનીશ એજન્સીને હુકમ કરેલો છે ત્યારે સમગ્ર પ્રકરણમાં તપાસના કામે આરોપીઓની ભૂમિકા ઘણી મહત્વની હોઇ હાલના સંજાગોમાં જયારે તપાસ નાજુક તબક્કામાં હોઇ તેઓને વચગાળાના જામીન આપી શકાય નહી. જા બંને સાધિકાઓને જામીન અપાય તો કેસની ચાલી રહેલી તપાસને ગંભીર અને વિપરીત અસર થશે. આ સંજાગોમાં કોર્ટે આરોપી સાધિકાઓની વચગાળાની જામીન અરજી ફગાવી દેવી જાઇએ. સરકારપક્ષની આ દલીલો ગ્રાહ્ય રાખી અમદાવાદ ગ્રામ્ય કોર્ટે બંને સાધિકાઓની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી હતી. જા કે, બંને સાધિકાઓની રેગ્યુલર જામીન અરજી આગામી તા.૩૦મી નવેમ્બરના રોજ મુકરર કરી હતી.