નિત્યાનંદ સામે બ્લૂ કોર્નર નોટિસ
અમદાવાદ: ઇન્ટરપોલે બાબા નિત્યાનંદની શોધખોળ માટે બ્લુ કોર્નર નોટિસ જારી કરવામાં આવી ચુકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બરમાં ગુજરાત પોલીસે દાવો કર્યો હતો કે, તે દેશમાંથી ફરાર થઇ ચુક્યો છે અને તેની શોધખોળ માટે વિદેશ મંત્રાલય પણ મદદ કરી રહી છે.
બુધવારે ગુજરાત પોલીસે પુષ્ટિ કરી કે નિત્યાનંદની શોધખોળમાં મદદ માટે ઇન્ટરપોલે નોટિસ જારી કરી હતી. બાબા નિત્યાનંદ પર કર્ણાટકમાં બળાત્કાર અને કિડનેપિંગના કેસ દાખલ કરાયા છે જ્યારે ગુજરાતમાં ઉત્પીડનને લઇને કેસ દાખલ કરાયા છે. ગુજરાતમાં તેના પર આક્ષેપ છે કે, તે બાળકોનું અપહરણ કરી પોતાના અમદાવાદ સ્થિત આશ્રમમાં બંધક બનાવી લેતો હતો અને અનુયાયીઓથી નાણાં એકત્રિત કરવાના કામમાં લગાવી દેતો તો. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી છે. આની સાથે જ પોલીસે બે મહિલા અનુયાયી સાધ્વી પ્રાણ પ્રિયાતત્વ રિદ્ધિ કિરણની પણ ધરપકડ કરી લીધી છે.
બંને પર ઓછામાં ઓછા ચાર બાળકોના અપહરણ કરવા અને તેમને એક ફ્લેટમાં બંધક બનાવીને રાખવાનો આક્ષેપ છે. ઇન્ટરપોલ પોતાના સદસ્ય દેશોના અપરાધીઓની વિરુદ્ધ અલગ અલગ નોટિસ જારી કરે છે જેમ કે રેડ કોર્નર, બ્લુ, બ્લેક, પર્પલ, ઓરન્જ અને યલો કોર્નર નોટિસનો સમાવેશ થાય છે.
બ્લુ કોર્નર નોટિસ ફરાર અપરાધીઓની શોધખોળ માટે કરવામાં આવે છે. એવા ફરાર અપરાધી જેમની ઓળખ થઇ ચુકી હોય અથવા તો અપરાધિક કાનૂનના ઉલ્લંઘનમાં સામેલ હોય. નિત્યાનંદના પૂર્વ ભક્તે આક્ષેપ કર્યો હતો કે, તેના ચાર બાળકોને જબરદસ્તી કર્ણાટક Âસ્થત આશ્રમમાં કેદ કરી રાખવામાં આવ્યા છે. જા કે, બે પુત્રીઓએ ફેસબુક પર એક વિડિયો વાયરલ કરી કહ્યું હતું કે, તે પોતાની ઇચ્છાથી આશ્રમમાં રહી છે અને પિતા તેમને આશ્રમથી હટાવવા માંગે છે.