નિધિ “સોનૂ” જંગલની વચ્ચે તળાવમાં સ્વિમિંગ કરતી નજરે પડી

નિધિના વીડિયો પર અત્યાર સુધીમાં ૫૦૦થી વધુ કમેન્ટ આવી ગઇ, જ્યારે લાખો લોકોએ આ વીડિયો લાઇક કર્યો
મુંબઈ: સીરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં ૬ વર્ષ સુધી સોનૂનો કિરદાર અદા કરનારી એક્ટ્રેસ નિધિ ભાનુશાલી હાલમાં લાઇમ લાઇટથી દૂર છે. તેમ છતાં તે ચર્ચામાં રહે છે. તે તેનું ભણવાનું અને પર્સનલ લાઇફ એન્જાેય કરી રહી છે. ભલે જ નિધિ એક્ટિંગની દુનિયાથી હાલમાં દૂર છે.
પણ તેનું ઇન્સ્ટાગ્રામ તેનાં જીવનની ઝલક ફેન્સ જાેવા આતુર રહે છે. આ જ કારણ છે હાલમાં નિધિએ તેનો એક એવો દિલચસ્પ વિડીયો શેર કર્યો ચે જે તેનાં ફેન્સને ખુબજ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોમાં નિધિ જંગલની વચ્ચે એક તળાવમાં સ્વીમિંગ કરતી નજર આવે છે. આ વીડિયો નિધીએ કેટલાંક સમય પહેલાં જ તેનાં ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
વીડિયોમાં નિધિ પહેલાં જંગલન વચ્ચો વચ્ચ નજર આવી હતી. આગળનાં જ સીનમાં તે તળાવમાં નહાતી નજર આવે છે. આ વીડિયો શેર કરતાં નિધિએ કેપ્શનમાં લખ્યું છે, ખુશી છે. જંગલની વચ્ચો વચ નિધિએ આ વીડિયો પર અત્યાર સુધીમાં ૫૦૦થી વધુ કમેન્ટ આવી ગઇ છે. જ્યારે લાખો લોકો તેનો વીડિયો લાઇક કરી ચુક્યા છે. નિધિ ઇન્સ્ટાગ્રામ પર ઘણી ફેમસ છે.
તે તેની સિંગિગ અને તેની ડાન્સિગ સુધી વીડિયો ફેન્સ સાથે શેર કરે છે. નિધિ, સીરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં આત્મારામ ભિડે અને માધવીની દીકરી સોનૂનો કિરદાર અદા કરતો હતો. નિધિ આ સીરિયલમાં છ વર્ષ સુધી કામ કરી ચૂકી છે. અને હવે તેનાં ભણવાને લઇને શો અલગ થઇ ગઇ છે.