નિધિ શાહ ટીવી પર માનો રોલ નથી કરવા માગતી

મુંબઈ, છેલ્લા થોડા દિવસથી મીડિયામાં અહેવાલો વહેતા થયા છે કે અનુપમામાં કિંજલનો રોલ કરતી એક્ટ્રેસ નિધિ શાહેએ સીરિયલને અલવિદા કહી દીધું છે. ચર્ચા તો એટલે સુધી છે કે, નિધિએ આ શો છોડ્યા બાદ નવો શો હાથમાં લઈ લીધો છે. પરંતુ આ વાતમાં દમ નથી.
નિધિ શાહે તાજેતરમાં જ મીડિયામાં તેના વિશે ઉડી રહેલી અફવાઓને ફગાવી છે. નિધિનું કહેવું છે કે, તેણે આ સીરિયલ છોડી તો નથી પરંતુ તે નવી ઓફરોની રાહ જાેઈ રહી છે.
ઈન્ટરવ્યૂમાં નિધિએ કહ્યું, આ બધી જ અફવાઓ છે અને તેની શરૂઆત ક્યાંથી થઈ મને નથી ખબર. ‘અનુપમા’ શોએ મને ઘણી જ લોકપ્રિયતા અને દર્શકોનો પ્રેમ અપાવ્યો છે. આ જ શોના લીધે લોકો મને ઓળખે છે.
જાેકે, એવું નથી હું આગળ નથી વધવા માગતી. મને આશા છે કે મને સારો વેબ શો, ટીવી શો કે ફિલ્મની ઓફર મળશે. ટીવીએ મને ઘણું આપ્યું છે પરંતુ મને લાગે છે કે એક પોઈન્ટ પર પહોંચ્યા પછી વૃદ્ધિ જરૂરી છે.
તમે કેટલા સમય સુધી એકનું એક પાત્ર ભજવી શકો? તમે તેને પાછળ કલાકો ફાળવો છો અને ઘણીવાર કામના ભારણને લીધે સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. મને લાગે છે કે, તમે જેટલી મહેનત કરો છો તેના પ્રમાણેનો વિકાસ પણ થવો જાેઈએ. નહીં તો પછી અન્ય તક શોધવાની શરૂ કરી દેવી જાેઈએ.
અનુપમાના હાલના ટ્રેકમાં કિંજલને પ્રેગ્નેન્ટ બતાવાઈ છે. નિધિને પૂછવામાં આવ્યું કે શું તે ટીવી પર માનો રોલ કરવા તૈયાર છે? જવાબમાં તેણે કહ્યું, “ના. મારા કરિયરના હાલના તબક્કે હું ટીવી પર મમ્મીનો રોલ નથી કરવા માગતી. હું ખૂબ યંગ છું અને મને નહોતી ખબર કે મારી પ્રેગ્નેન્સીનો ટ્રેક શોમાં બતાવાશે.
અત્યારે તો મને નથી ખબર કે ભવિષ્યના એપિસોડમાં શું થવાનું છે. પરંતુ હું એટલું ચોક્કસથી કહીશ કે મને સારી તક મળી તો હું કદાચ ઝડપી લઈશ. જાે એવું થયું તો મને ખાતરી છે કે પ્રોડક્શન હાઉસ મારી વાત સમજશે અને મને જવા દેશે.
કિંજલ અને નિધિમાં કેટલી સામ્યતા છે? આ સવાલના જવાબમાં નિધિએ કહ્યું, “કિંજલ આનંદી, મહત્વાકાંક્ષી છે અને તે પોતાનું કરિયર અને ઘર બરાબર રીતે સંભાળી શકે છે. હું પણ એવી જ છું. જાેકે, કિંજલ પોતાના પતિના ઘરે ઘણાં સમાધાન કરે છે અને તેમાંથી કેટલાક મને અંગત રીતે સ્વીકાર્ય નથી. ઉલ્લેખનીય છે કે, કિંજલ, અનુપમા અને વનરાજના દીકરા પારિતોષની પત્ની છે. કિંજલના પાત્રમાં દર્શકોએ નિધિને ખૂબ પ્રેમ આપ્યો છે.SS1MS