નિધી શેઠ સીરિયલ કામનામાં એડવોકેટના રોલમાં જાેવા મળશે
મુંબઇ, મેરે ડેડ કી દુલ્હન’ સીરિયલમાં કામ કરી ચૂકેલી નિધી સેઠ ટૂંક જ સમયમાં ટીવી સીરિયલ કામનામાં જાેવા મળશે. મેરે ડેડ કી દુલ્હન સીરિયલ નવેમ્બર ૨૦૨૦માં બંધ થઈ ગઈ હતી.
એક લાંબા બ્રેક પછી હવે નિધી સેઠ પડદા પર પાછી ફરશે. કામના સીરિયલમાં તે માનવ ગોહિલ, અભિષેક રાવત અને ચાંદની શર્મા સાથે કામ કરશે. આ સીરિયલમાં તે મિરા સિંઘાનિયાનો રોલ કરશે જે એક હાઈ-પ્રોફાઈલ એડવોકેટ હશે. પોતાના કેરેક્ટર વિશે વાત કરતાં નિધીએ જણાવ્યું કે, આ એક રસપ્રદ પાત્ર છે અને મારો ટ્રેક સ્ટોરીલાઈનમાં ઘણાં ટિ્વસ્ટ લઈને આવશે.
આ રોલ લેતા પહેલા મેં સહેજ પણ વિચાર નથી કર્યો કારણકે આ રોલ એક એવી વ્યક્તિનો છે જે ન્યાયની સાથે અધિકાર અને શક્તિને પ્રસ્તુત કરે છે. મને આ પ્રકારના રોલ કરવા પસંદ છે. હું ઘણી ઉત્સાહિત છું કે મને આ તક મળી છે. અભિનેત્રી અને સીરિયલના મેકર્સ વચ્ચે રાતોરાત જ આ ડીલ થઈ ગઈ હતી. નિધી શાહ પોતાના વતન અમદાવાદમાં હતી ત્યારે તેને આ રોલ માટે ફોન આવ્યો હતો.
નિધી જણાવે છે કે, હું એક અવોર્ડ ફંક્શનમાં ભાગ લેવા માટે અમદાવાદ ઘઈ હતી. મને ગુજરાતી ફિલ્મ બેટી માટે એક અવોર્ડ પણ મળ્યો હતો. મને મોડી સાંજે આ રોલ માટે ફોન આવ્યો હતો અને વાત નક્કી થઈ ગઈ. ઉલ્લેખનીય છે કે મેરે ડેડ કી દુલ્હન શૉ બંધ થયો પછી નિધીએ ટીવી પરથી બ્રેક લીધો હતો.
અભિનેત્રી પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતી હતી અને આ દરમિયાન તેણે ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું. નિધી જણાવે છે કે, મેરે ડેડ કી દુલ્હન પછી કોરોનાથી રિકવર થવા માટે મેં બ્રેક લીધો હતો. મે ૨૦૨૧માં મને કોરોના થયો હતો અને હું ફરીથી સંપૂર્ણપણે સ્વસ્થ થવા માંગતી હતી.
મેં યોગામાં કોર્સ પૂરો કર્યો અને હવે હું સર્ટિફાઈડ યોગા ટીચર છું. જાે કે હું સંપૂર્ણપણે કામથી દૂર નથી. મેં રિકવર થયા પછી બે ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું. મને બ્રેક લેવા પસંદ નથી, સદ્દનસીબે મને કામ મળી ગયું.SSS