નિપાહનો ખતરો: કર્ણાટકે કેરળને અડીને આવેલી સીમાઓ બંધ કરી

બેંગ્લુરૂ, નિપાહ વાયરસના વધતા જાેખમને લીધે કર્ણાટકે કેરળને અડીને આવેલી સીમાઓ બંધ કરી દીધી છે. દિક્ષણ કન્નડ જિલ્લામાં પણ એલર્ટ જાહેર કરી દીધો છે. જિલ્લાના ડેપ્યુટી કમિશનર કે વી રાજેન્દ્રએ લોકોને સાવધાની રાખવા જણાવ્યું હતું તેમજ સ્વાસ્થ્ય વિભાગને સલામતીના ઉપાય કરવાના નિર્દેશ આપ્યા છે.
ડે. કમિશનર રાજેન્દ્રએ કહયું કે દિક્ષણ કન્નડની સીમા કેરળને અડીને આવેલી છે અને અહીંથી ઘણા લોકો નોકરી અને શિક્ષા માટે જાય છે. સલામતીના પગલારૂપે સીમાના આ વિસ્તારમાં ટીકાકરણ અને ચેકિંગમાં વધારો કર્યો છે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ મોમ્મઇએ વિશેષજ્ઞોને નિર્દેશ આપ્યા છે કે નિપાહ વાયરસનો અભ્યાસ કરી તેને પહોંચી વળવા માટે તેમની સલાહ- સૂચનો આપે.
કેન્દ્ર અને રાજય સરકારને પણ સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. કેરળમાં નિપાહ વાયરસથી મૃત્યુ પામનાર ૧૩ વર્ષીય બાળકના નજીકના સંપર્કમાં આવેલ લોકોની તપાસના રિપોર્ટમાં સંક્રમણ નહીં હોવાની પુષ્ટિ થઇ છે. કેરળની સ્વાસ્થ્ય મંત્રી વીણા જયોર્જે જણાવ્યું કે બાળકના નજીકના સંપર્કમાં આવનાર આઠ લોકોના નમૂનાની તપાસનો રિપોર્ટ આવી ગયો છે, જેમાંથી કોઇ પણ સંક્રમિત થયેલ નથી.
ત્રીજી સપ્ટેમ્બરે કેરળના કોઝિકોડના ૧૨ વર્ષીય બાળકની નિપાહ વાયરસથી મૃત્યુ પામ્યો હતો. કેરળની સ્વાસ્થ્ય મંત્રી જયોર્જે જણાવ્યું કે આઠ લોકોના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે હવે બીજા વધુ નમૂનાઓની તપાસ થઇ રહી છે.HS