નિયમભંગ કરી વાહન ચલાવતા સામે આરટીઓની લાલ આંખ
ડ્રાઈવ દરમ્યાન રૂ.૧ કરોડ વસુલ કર્યાઃ સ્કુલોમાં ચેકીંગ શરૂઃ આજે સવારથી
|
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : નિયમનો ભંગ કરી, પરમીટ તથા લાયસન્સ વગર ચલાવાતા સ્કુલ-વાહનો- નિયમોમાં નક્કી કરવામાં આવેલી સંખ્યા કરતા વધુ બાળકો સ્કુલ રીક્ષા કે સ્કુલ વાનમાં ભરવા એવા અનેક ગુનાઓ આચરી રહેલા અનેક સ્કુલ રીક્ષા ચાલકો તથા સ્કુલવાનો સામે અનેક ફરીયાદો મળ્યા બાદ આરટીઓ તરફથી કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
ગઈકાલથી આરટીઓની ટીમોએ નવા પશ્ચિમ ઝોન, થલતેજ જાધપુર, તથા ચાંદખેડા વિસ્તારોમાં ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં બ્રાઈટ શાળાના ૪ર વાહનો ડીટેઈન કર્યા હતા. તથા ૩૦૦ જેટલા વાહનોના વાહનચાલકો પાસે લાખ્ખો રૂપિયાનો દંડ વસુલ કર્યો હતો.
આરટીઓની ટીમોએ એકાએક નિયમભંગ કરનાર વાહનચાલકો તથા પરમીટ વગર ચલાવવામાં આવતા સ્કુલ વાનોનું ચેકીંગ શરૂ કરતાં સ્કુલ રીક્ષા તથા સ્કુલ વાન ચાલકોમાં ગભરાટનું વાતાવરણ જાવા મળતુ હતુ. તથા આરટીઓની ટીમોથ્ની જાળમાંથી બચવા રસ્તાઓ બદલતા પણ જાવા મળતા હતા. પ૦ જેટલી સ્કુલ રીક્ષા તથા સ્કુલવાનો પણ સીઝ કરવામાં આવી હતી.
બ્રાઈટ શાળામાંથી ડીટેઈન કરવામાં આવેલ ૪ર જેટલી સ્કુલબસો અને બસો સ્કુલના સંચાલકોએ કોન્ટ્રાક્ટર પાસેથી ભાડે લીધી હતી. જેની પાસે નહોતી પરમીટ કે લાયસન્સ, તેમજ બસોનો વીમો પણ એક્ષ્પાયર્ડ થઈગયો હતો. આરટીઓના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર ડ્રાઈવ-દરમ્યાન રૂ.૧ કરોડથી વધુ રૂપિયા દંડ, ટેક્ષ તથા વ્યાજ સહિત વસુલ કરવામાં આવ્યા છે. ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર આ ડ્રાઈવ ચાલુ જ રહેશે.
આજે સવારથી જ આરટીઓની વિવિધ ટીમોએ નિયમભંગ કરનાર સ્કુલ વાહનચાલકો સામે ચેકીંગ શરૂ કર્યુ છે. તથા શાળાઓમાં જઈ સ્કુલવાનોનું ચેકીંગ શરૂ કર્યુ છે. સ્કુલ સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ગઈકાલે ૪૦ થી વધુ શાળાઓમાં આરટીઓએ ચેકીંગ કર્યુ હતુ. આજે ચાંદખેડા, ન્યુ સી જી રોડ, તથા નવા પશ્ચિમ ઝોનમાં ચેકીંગ શરૂ કર્યાના સમાચાર છે.