નિયમો ન પાળતી મેરઠની ૫૦૦૦ મદ્રેસા બંધ

મેરઠ, યુપીના મેરઠમાં પાંચ હજાર મદ્રેસાઓને યોગી સરકારના લઘુમતી પંચે બંધ કરાવી દીધા છે. આ મદ્રેસાઓમાં નિયમોનુ પાલન નહીં થતુ હોવાનું કારણ આપવામાં આવી રહ્યું છે.
યુપી લઘુમતી પંચના સભ્ય સુરેશ જૈને કહ્યુ હતુ કે, યુપમાં પાંચ હજાર મદરેસાઓને બંધ કરવામાં આવ્યા છે. માન્યતા પ્રાપ્ત મદરેસાઓની જાણકારી મુલ્યાંકન કરીને પોર્ટલ પર તેમને અપલોડ કરવામાં આવી છે. એ પછી પણ પાંચ હજાર મદરેસા ધારાધોરણથી વિપરીત ચાલતા હોવાનુ બહાર આવ્યુ હતુ. આ મદરેસાઓ બંધ થવાના કારણે ૧૦૦ કરોડ રૂપિયાની વાર્ષિક બચત થઈ છે. મદરેસા શિક્ષણ બોર્ડનુ નવુ પોર્ટલ બનાવવામાં આવ્યુ છે અને તેના પર હવે તમામ મદરેસાઓની જાણકારી અપલોડ કરવી ફરજિયાત બનાવવામાં આવી છે.
તેમણે કહ્યુ હતુ કે, મદરેસાઓના અભ્યાસક્રમમાં પણ સુધારા વધારા કરવામાં આવ્યા છે. મદરેસા બોર્ડના ધ્યાનમાં આવ્યુ છે કે, કેટલીક જગ્યાએ છેતરપિંડી પણ કરવામાં આવી છે. આ સંદર્ભમાં દસ લોકો સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી છે. સરકાર લઘુમતીઓનુ ધ્યાન રાખીને સંખ્યાબંધ યોજનાઓ ચલાવી રહી છે. મદરેસાઓ સિવાય જૈન તેમજ શીખ સમુદાયની ધાર્મિક શિક્ષણ આપતી સંસ્થાઓને ફાયદો મળે તેવા પ્રયાસો થઈ રહ્યા છે.SSS