નિયોએ નિયો X પ્રસ્તુત કરવા ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે જોડાણ કર્યું
મુંબઈ, ભારતની પ્રીમિયર ડિજિટલ બેંકિંગ ફિનટેક નિયોએ નિયો X પ્રસ્તુત કરવાની જાહેરાત કરી છે, જે મિલેનિયલ્સ માટે અદ્યતન મોબાઇલ બેંકિંગ સોલ્યુશન છે અને આ માટે એણે ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક અને વિઝા સાથે જોડાણ કર્યું છે. આ લોંચ સાથે કંપનીનો ઉદ્દેશ કેલેન્ડર વર્ષ 2021ના અંત સુધીમાં 2 મિલિયન ગ્રાહકોનો બોર્ડ પર લાવવાનો છે.
આ લોંચ અગાઉ નિયોએ મેટ્રો અને નોન-મેટ્રો શહેરોમાં રહેતા 8000 મિલેનિયલ્સ વચ્ચે કોવિડ-19 રોગચાળા પછી તેમની બેંકિંગની જરૂરિયાતો સમજવા માટે રાષ્ટ્રવ્યાપી સર્વે હાથ ધર્યો હતો. અભ્યાસમાં જાણકારી મળી હતી કે, અત્યારે 70 ટકા ભારતીય મિલેનિયલ્સનો ઝુકાવ ડિજિટલ બેંકો તરફ છે, ખાસ કરીને સુવિધાજનક કસ્ટમર સપોર્ટ માટે.
રસપ્રદ બાબત એ છે કે, 55 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે, તેઓ રિવોર્ડ્ઝ અને ઓફર્સ માટે બેંકો તરફ વળશે અને 45 ટકા ઉત્તરાદાતાઓએ વ્યાજના વધારે દર મેળવવા બેંકો તરફ વળશે એવું જણાવ્યું હતું. આ જરૂરિયાતો પૂર્ણ કરવા નિયો X ઉદ્યોગમાં શ્રેષ્ઠ ‘007 બેંકિંગ’ સુવિધા પ્રસ્તુત કરશે, જેમાં મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પર 0 ટકા કમિશન, ‘0’ એકાઉન્ટ મેઇન્ટેનન્સ ચાર્જ અને એકાઉન્ટ બેલેન્સ પર 7 ટકા સુધીનું વ્યાજ સામેલ છે.
નિયોના સહ-સ્થાપક અને સીઇઓ વિનય બાગરીએ કહ્યું હતું કે, “ભારતના અગ્રણી ડિજિટલ બેંકિંગ ફિનટેક સ્ટાર્ટઅપ તરીકે અમારું મુખ્ય ધ્યાન ગ્રાહકને સરળ અને શ્રેષ્ઠ અનુભવ આપવા પર કેન્દ્રિત છે અને નિયો X પ્રસ્તુત કરવી બેંકિંગ ક્ષેત્રની ડિજિટલ પરિવર્તનની અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે. અમને ઇક્વિટાસ એસએફબી સાથે અમારી વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા અમારો સૌથી મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ કરવાની ખુશી છે, જેમાં અમે શ્રેષ્ઠ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ સાથે શ્રેષ્ઠ શક્ય સેવિંગ્સ એકાઉન્ટ પ્રદાન કરીશું, જે તમામ નિયોની યુઝરને સરળ ઇન્ટરફેસ સાથે જોડાયેલ છે. અમને વિશ્વાસ છે કે, આ ટૂંક સમયમાં સૌથી મનપસંદ બેંકિંગ પ્રોડક્ટ બની જશે.”
કોવિડ-19 રોગચાળા વચ્ચે મિલેનિયલ્સ તેમનો ખર્ચ કરવામાં વધારે કાળજી દાખવી રહ્યાં છે. નિયોનો અભ્યાસ એવું પણ સૂચવે છે કે, 60 ટકા મિલેનિયલ્સ મેન્યુઅલી તેમના ખર્ચ પર નજર રાખે છે અને 84 ટકા મિલેનિયલ્સ જાણવા ઇચ્છે છે કે, તેઓ સુવિધાજનક રીતે તેમના ખર્ચ પર નજર કેવી રીતે રાખી શકે. તેમની જરૂરિયાતો પૂર્ણ કરવા નિયોની એપ વિશિષ્ટ ખર્ચ અને બચતનું વિશ્લેષણ રજૂ કરે છે, જે ગ્રાહકોને તેમના ખર્ચમાં વધારે વિવેકી બનાવશે અને તેમની અંદર બચત કરવાની આદત વિકસાવશે.
ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકના ચીફ ડિજિટલ ઓફિસર (સીડીઓ) વૈભવ જોશીએ કહ્યું હતું કે, “નીયો બેંકિંગ એ બેંકિંગ ક્ષેત્રમાં નવું મોટું પરિવર્તન લાવતું માધ્યમ છે. આ પથપ્રદર્શક પહેલ પર નિયો સાથે જોડાણ કરવાની અમને ખુશી છે. અત્યારે યુઝ કેસ સંચાલિત ડિજિટલ બેંકિંગ ઉત્પાદનો ઊભા કરવાની જરૂર છે અને અમારો ઉદ્દેશ અમારા નીયો બેંક અને ફિનટેક પ્રોગ્રામ સાથે એ જ કરવાનો છે.
અમે વિસ્તૃત એપીઆઈ બેંકિંગ સોલ્યુશનો વિકસાવ્યાં છે, જે નિયો જેવા પાર્ટનરને મદદરૂપ થશે, જેને એના લક્ષિત વર્ગ માટે સ્પેશ્યલાઇઝ અને કસ્ટમ ડેવલપ સોલ્યુશન તરીકે વિકસાવ્યાં છે. અમને ખાતરી છે કે, આ પ્રોગ્રામ બેંકિંગની પરંપરાગત માનસિકતાને તોડશે અને ખરાં અર્થમાં ઓપન બેંકિંગ મોડલને સ્થાપિત કરશે.”
અદ્યતન મોબાઇલ એપ ઉપરાંત આ એકાઉન્ટ વિઝા પ્લેટિનમ ડેબિટ કાર્ડ સાથે આવશે, જે ઉદ્યોગમાં એકાઉન્ટ બેલેન્સ પર સૌથી વધુ વાર્ષિક 7 ટકા* વ્યાજ આપે છે અને “ઝીરો નોન-મેઇન્ટેનન્સ ફી”ની ખાતરી આપે છે, જે એને આજનાં મહત્વાકાંક્ષી મિલેનિયલ ભારતીયોની ઝડપી જીવનશૈલી માટે આદર્શ બનાવે છે.
નિયો X 2-ઇન-1 એકાઉન્ટ પણ છે, જે એના યુઝર્સને સેવિંગ્સ એકાઉન્ટ ઉપરાંત સંપૂર્ણ વેલ્થ મેનેજમેન્ટ સોલ્યુશનો પ્રદાન કરશે. નિયો મની દ્વારા પાવર્ડ સંપૂર્ણ વેલ્થ મેનેજમેન્ટ સોલ્યુશનો 0 કમિશન મ્યુચ્યુઅલ ફંડ પ્રદાન કરે છે, એક જગ્યાએ તમારા તમામ રોકાણ પર નજર રાખવાની સુવિધા આપશે, રોબો એડવાઇઝરીની સુવિધા આપશે તથા તમારા ખર્ચનો હિસાબ કરવા અને રોકાણમાં ફેરફાર કરવાની સુવિધા આપશે. નિયો ટૂંક સમયમાં પ્લેટફોર્મ પર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્ટોક્સ પણ પ્રસ્તુત કરશે.
વળી નિયો X બહુસ્તરીય રિવોર્ડ સિસ્ટમ ધરાવશે, જેમાં રેફરલ ઇન્સેન્ટિવ, રિવોર્ડ્ઝ પોઇન્ટ અને સ્ક્રેચ કાર્ડ-આધારિત કેશબેક સામેલ છે. આ ટીમ દ્વારા બનાવેલા યુઝર્સ માટે કેટલીક એક્સક્લૂઝિવ ઓફર સાથે સામેલ છે.
નિયો Xના બિઝનેસ હેડ તુષાર વર્માએ ઉમેર્યું હતું કે, “અમે ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે જોડાણમાં આ મોબાઇલ ફર્સ્ટ બેંકિંગ પ્રસ્તુત કરીને ખુશ છીએ, પણ મિલેનિયલ્સ પ્રોડક્ટ સાથે સુવિધાઓ મેળવવા અને સંવાદ સ્થાપિત કેવી રીતે કરશે એ જોવા આતુર છીએ. અમે મિલેનિયલ્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ પ્રોડક્ટ બનાવી છે અને ભવિષ્યના વર્ઝન્સમાં ઘણી આકર્ષક સુવિધાઓ પ્રસ્તુત કરીશું.”