Western Times News

Gujarati News

નિરંકારી મિશનના 272 શિબિરોમાં થયું રક્તદાન…

 ગોધરા,નિરંકારી મિશનના પૂર્વ માર્ગદર્શક યુગપ્રવર્તક બાબા ગુરબચન સિંહજી ની સ્મૃતિમાં માનવ એકતા દિવસ આખા વિશ્વભર માં મનાવવામાં આવ્યો. મુખ્ય આયોજન સમાલખામાં થયું, જ્યાં સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજ એ કહ્યું કે, ‘માનવતા ની સેવામાં પ્રતિપળ સમર્પિત આપણું જીવન હોય અને આવી જ ભાવના થી આપણે જીવન જીવવાનું છે’.
માનવ એકતા દિવસ પર સત્સંગ ની સાથે જ દેશ ના 272 અલગ અલગ સ્થળો પર રક્તદાન શિબિર નું પણ આયોજન કરવામાં આવ્યું, આ જ કડી માં ગોધરા ના સંત નિરંકારી સત્સંગ ભવન પર પણ રક્તદાન થયું, શિબિર નું ઉદ્ઘાટન સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજ એ સમાલખા થી ઝૂમ એપ ના માધ્યમ થી વર્ચ્યુઅલ રૂપ માં કર્યું, આ પ્રકારે 272 શહેરો ના રક્તદાન શિબિરો ને તેમણે સામુહિક રૂપ માં પોતાના આશીર્વાદ પ્રદાન કર્યા.
સદગુરુ માતા જી એ ફરમાવ્યું કે બાબા ગુરબચન સિંહજી ના જીવન તથા તેમની શિક્ષાઓ થી આપણે પ્રેરણા લઇ માનવતાની સેવા માં આપણું મહત્વપૂર્ણ યોગદાન આપીએ. આ ઉપરાંત સદગુરુ માતાજી એ બાબા હરદેવ સિંહ જી ની શિક્ષાઓ ને પણ યાદ કરી કહ્યું કે રક્તદાનના માધ્યમ થી માનવતા ની સેવામાં આપણે આપણું બહુમુલ્ય યોગદાન આપી કોઈક નો જીવ બચાવી શકીએ છીએ. જો આપણે કોઈક કારણોસર શારીરિક રૂપ માં આપણી સેવાઓ નિભાવવામાં અસમર્થ છીએ અને આપણે રક્તદાન નથી કરી શકતા, તો પણ સેવા ની ભાવના સ્વીકાર્ય છે.
સદગુરુ માતા જી એ આગળ કહ્યું કે કિશોરાવસ્થા માં આપણે એ રાહ જોતા કે ક્યારે અમે યુવાવસ્થા માં પ્રવેશ કરશું અને માનવ માત્ર ની સેવા, રક્તદાન ના માધ્યમ થી કરી શકીશું. આવી જ સેવા ભાવના આપણા દરેક માં બની રહે.યુગપ્રવર્તક બાબા ગુરબચન સિંહ જી એ આધ્યાત્મિક જાગૃતિ ના માધ્યમ થી પરસ્પર ના ભાઈચારા તથા મીલ્વર્તન નું વિશ્વભર માં સંદેશ આપ્યો. સાથે જ સેવા ના પુંજ, સમર્પિત ગુરુ-ભકત ચાચા પ્રતાપ સિંહ જી તથા અન્ય ભક્તો ને પણ આ જ દિવસે સ્મરણ કરવામાં આવે છે.
‘માનવ એકતા દિવસ’ ના આ અવસર પર દર વર્ષે જ્યાં આખા દેશ માં સત્સંગ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે, ત્યાં જ વિશેષત: રક્તદાન શિબિરો ની વિશાળ શ્રુંખલા નો પણ આરંભ થાય છે જે આખું વર્ષ નિરંતર ચાલતું જ  રહે છે.આ અવસર પર સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ સમાલખા તથા તે સાથે આખા ભારતવર્ષમાં લગભગ ૨૭૨ શહેરો માં રક્તદાન શિબિરો નું આયોજન કરવામાં આવ્યું જેમાં લગભગ 50,000 થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. સમાલખા માં આયોજિત થયેલા રક્તદાન શિબિર માં સદગુરુ માત્તાજી ના જીવન સાથી આદરણીય રમિત ચાનનાજી એ રક્તદાન કરી માનવતાની સેવા માં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું અને દરેક રક્તદાતાઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા.
જેમ કે આપણે જાણીએ જ છીએ કે સંત નિરંકારી મિશન હમેશા થી જ માનવીય મુલ્ય ની રક્ષાર્થ માટે કરવામાં આવેલી સેવાઓ માટે પ્રશંસા ને પાત્ર રહ્યું છે અને ઘણા રાજ્યો દ્વારા સમ્માનિત પણ કરવામાં આવ્યું છે.દાહોદ ઝોન ના ઝોનલ ઇન્ચાર્જ  ના નૈતૃત્વમાં ગોધરા સંત નિરંકારી સત્સંગ ભવન ખાતે નિરંકારી ભક્તોએ ઉત્સાહપૂર્વક ૩૪૬ યુનિટ રક્તદાન કર્યું. રક્ત સંગ્રહ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાઈટી,ગોધરા બ્લડબેંક ની ટીમ દ્વારા કરવામાં આવ્યું.
તસ્વીર: મનોજ મારવાડી, ગોધરા

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.