નિરમા કેમિકલ્સમાં બકેટ તુટતા એક કર્મચારીનું મોત
પોરબંદર, પોરબંદરની નિરમા કેમિકલ્સમાં ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે. કંપનીમાં કામ દરમિયાન બકેટ તૂટી પડતા એક વ્યક્તિનુ ઘટના સ્થળે મોત નિપજ્યા છે. તો ૪ લોકો ઈજાગ્રસ્ત થયા છે. બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોરબંદરની નિરમા કેમિકલ્સમા કંપનીમાં ફરી એકવાર દુર્ઘટના બની છે.
કામ દરમિયાન અચાનક બકેટ તૂટી પડ્યુ હતું. જેમાં ૫ જેટલા કામદારો સ્થળ પર હતા. આ તમામ કામદારો માટીના ઢગલા નીચે દટાયા હતા. ત્યારે બકેટ તુટી પડવાની ઘટનામાં એક કામદારનુ ઘટના સ્થળે મોત નિપજ્યું છે. જ્યારે ૪ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
નિરમા કેમિકલ્સમા છેલ્લા દોઢ મહિનામાં અકસ્માતના ત્રણ બનાવો બન્યા છે. જેમાં કુલ ત્રણ મોત નિપજ્યા છે. દસ દિવસ પહેલા પોરબંદરની નિરમા ફેકટરીમાં એક કામદાર પાઇપ ફિટિંગનું કામ કરતા હતા તે દરમ્યાન લોખંડનો પાઇપ માથે પડતા આ કામદારનું મોત થયું હતું. આ પહેલા ૧૭ સપ્ટેમ્બરના રોજ નિરમા ફેકટરીમાં લોખંડનું સ્ટ્રેકર તૂટતા ઓઘડ લખુભાઈ જમોડ નામના કામદારનું મોત થયું હતું. આમ એક મહિનાના ગાળામાં કુલ ૩ કામદારના મોત થતા કંપની સામે પણ સવાલ ઉભા થયા છે.SSS