Western Times News

Gujarati News

નિરમા યુનિ.ની છાત્રાને ૪૬ લાખનું વાર્ષિક પેકેજ મળ્યું

અમદાવાદ: અર્થતંત્ર જ્યારે ધીમું પડી ગયું છે અને કોરોના મહામારીના કારણે જાેબ માર્કેટને ફટકો પડ્યો છે ત્યારે નિરમા યુનિવર્સિટીની એક વિદ્યાર્થિનીને કેમ્પસ પ્લેસમેન્ટમાં ૪૬.૨૭ લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ મળ્યું છે, તેમ યુનિવર્સિટીના અધિકારીઓએ જણાવ્યું હતું.

ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના છેલ્લા વર્ષની વિદ્યાર્થિની સુલભા ગર્ગને બેંગ્લોરની આઈટી કંપની તરફથી આ ઓફર મળી છે. ગર્ગે જણાવ્યું હતું કે, જાન્યુઆરી મહિનાથી તે કંપની સાથે ઈન્ટર્નશિપ કરશે અને તે કોર્ષ પૂરો થયા બાદ આઈટી ડેવલપર તરીકે જાેડાશે.

હું આ માટે અગાઉથી સારી રીતે તૈયારી કરી રહી હતી અને મને સારા પેકેજની પણ અપેક્ષા હતી, ધીમા અર્થતંત્રની વચ્ચે બેચમાં હાઈએસ્ટ પેકેજ મેળવવાના પ્રશ્નના જવાબમાં તેણે જણાવ્યું હતું.

યુનિવર્સિટીના અધિકારીઓએ કહ્યું હતું કે, સિલેક્શન ત્રણ સ્ટેજમાં કરવામાં આવ્યું હતું. ઓનલાઈન ટેસ્ટ, ટેકનિકલ રાઉન્ડ અને કલ્ચરલ ફિટ રાઉન્ડ. ઈન્સ્ટિટ્યૂટે આ વિદ્યાર્થીઓ માટે ક્લાસનું આયોજન કર્યું હતું અને તેમની ટેકનિકલ કુશળતાને તૈયાર કરી હતી.

ફેકલ્ટીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું અને તેમને મદદ પણ કરી હતી. આ સિવાય તેમને જે પ્રશ્નો હતા તેનો પણ ઉકેલ લાવ્યા હતા, તેઓ દાવો તેમણે કર્યો હતો.

કલ્ચરલ ફિટ રાઉન્ડમાં, કંપનીના ટોપ મેનેજમેન્ટે આ વિદ્યાર્થીઓ કંપનીના કલ્ચરની સાથે બંધબેસશે કે કેમ તે ચકાસ્યું હતું. આઈટી ડેવલપરની જાેબ મેળવવા માટે ગર્ગે તમામ રાઉન્ડ ક્લીયર કર્યા હતા. આઈટીએનયુના ઈન-ચાર્જ ડિરેક્ટર આરએન પટેલે જણાવ્યું હતું કે, આ યુનિવર્સિટી અને ઈન્સ્ટિટ્યૂટ માટે ગર્વની વાત છે.

અમારા અધિકારીઓ અને ફેકલ્ટીના સભ્યોએ તેને શક્ય બનાવવા માટે સાથે કામ કર્યું હતું. અમને ખુશી છે કે અમારા વિદ્યાર્થીઓ હવે કોર્પોરેટની દુનિયાનો ભાગ બનવા માટે અને કોઈ પણ પડકારનો સામનો કરવા માટે સક્ષમ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.