નિરવ મોદીને ફટકોઃ બેન અને જીજાજી તાજના સાક્ષી બનવા તૈયાર
નિરવ મોદીના બહેન-બનેવી સામેના વોરન્ટ રદ-તાજેતરમાં જ મુૃબઈની વિશેષ અદાલતમાં હાજર થવા માટે મયંક મહેતા અને પૂર્વી મહેતા હોંગકોંગથી આવ્યા હતા.
(એજન્સી) નવીદિલ્હી, પીઅમએલએની વિશેષ અદાલત દ્વારા મંગળવારે ભાગેડુ હીરાના વેપારી નિરવ મોદીની (Diamond businessman Nirav Modi) બહેન અને બનેવીને રાહત આપવામાં આવી હતી. નિરવ મોદીના કસમાં મદદ કરવાની શરતે મયંક મહેતા અને પૂર્વી મહેતા સામેના તમામ બિનજામીન પાત્ર વોરન્ટ રદ કરવામાં આવ્યા છે.
સરકારને મદદ કરવા કારણે તમામ પ્રકારના વોરન્ટ રદ કરવામાં આવ્યા છે. મયંક મહેતા અને પૂર્વી મહેતા (Mayank Mehta and Purvi Mehta (sister of Nirav Modi) દ્વારા તાજેતરમાં જ કોર્ટે સામે હાજરી આપવામાં આવી હતી. આ પ્રોસિડીંગ દરમ્યાન અદાલતે મયંક અને પૂર્વીને કડક આદેશ આપ્યા છે કે તેઓ ઈડીને મદદ કરે.
પ૦,૦૦૦ ના અંગત રોકડ બોન્ડ પર તેમનેે છોડવામાં આવ્યા હતા. તે ઉપરાંત બંન્નેને દેશ છોડતા પહેલાં તમામ માહિતી ઈડીને આપવા જણાવાયુ છે. મહત્ત્વની વાત એ છે કે તાજેતરમાં જ મુૃબઈની વિશેષ અદાલતમાં હાજર થવા માટે મયંક મહેતા અને પૂર્વી મહેતા હોંગકોંગથી આવ્યા હતા.
તેમણે જણાવ્યુ હતુ કે તેઓ નિરવ મોદી સામેના કેસમાં સાક્ષી બનવા તૈયાર છે. આ વાતની ખરાઈ તેમણે કોર્ટ સામે પણ કરી હતી. થોડા વખત પહેલાં તેમણે વિડીયો કોન્ફરન્સ દ્વારા ઈડીને વિડીયો માહિતી આપી હતી. આ દરમ્યાન તેમણે પોતાને ગુનેગાર ન ગણવા અને ધરપકડમાંથી રાહત આપવા અપીલ કરી હતી.