નિરાશા, હતાશા, ડિપ્રેશનની બહાર નીકળવું હોય તો…
ડિપ્રેશનની શરૂઆત સ્ટ્રેસ અથવા તણાવથી થાય છે. ચિકિત્સકનું કહેવું છે કે તણાવ થવા પાછળ વ્યક્તિગત, સામાજિક, આર્થિક અથવા કોઇ અન્ય પ્રકારનું ભાવાત્મક કારણ પણ હોઇ શકે છે. તેમનું કહેવું છે કે વ્યક્તિને તણાવનું ચોક્કસ કારણ ખબર હોવી જાેઇએ, જેથી તેઓ કોઇની સાથે પોતાની વાત શેર કરી શકે.
તણાવ ઓછો કરવામાં ન આવે તો આ તણાવ ચિંતામાં ફેરવાઇ જાય છે અને આ એન્ગ્ઝાઇટી જાે લાંબા સમય સુધી ટકી રહે અને તેની ટ્રીટમેન્ટ ન કરવામાં આવે તો તે ડિપ્રેશનનું કારણ બની જાય છે. ત્યાર બાદ વ્યક્તિ હતાશા તરફ આગળ વધવા લાગે છે. એટલા માટે સમયસર તેની સારવાર લેવી જરૂરી છે.
તણાવને ઘટાડવા માટે આપણો યોગની મદદ લઇ શકીએ છીએ. તાત્કાલિક તણાવ થાય તો પોતાની પસંદનું સંગીત સાંભળીને અથવા પોતાની સાથેના કોઇ ખાસ વ્યક્તિ સાથે વાત કરીને પણ તણાવ દૂર કરી શકાય છે. પોતાની નજીકના લોકો સાથે ખુલીને વાત કરવી જાેઇએ અને જરૂર પડે તો કાઉન્સિલિંગ પણ કરાવી શકો છો.
ડિપ્રેશન, ડિપ્રેશન એટલે કે હતાશા નિરાશા અથવા દર્દીની માનસિક સ્થિતિ નબળી હોવી. મોટાભાગના લોકોના જીવનમાં થોડા તબક્કાઓમાં આવું થતું જાેવા મળે છે. પણ જાે આ માંદગી કે રોગનું રૂપ ધારણ કરેતો તે સ્થિતિ લાંબો સમય રહી રોગની ચરમસીમાએ પહોંચે ત્યારે ડિપ્રેશનની તકલીફો તેની બિમારીની પરાકાષ્ઠાઓ સર્જે છે.
લક્ષણોમાં મુખ્ય કાર્યમાં રસ રુચી રહેતી નથી. કારણ વગર રડવું આવવું, ભૂખ, યાદશક્તિ કમી ની એકાગ્રતા ન જાળવવી, ઊંઘમાં ખલેલ પડવી, સવારે વહેલું ઉઠી જવાય. પછી જાગતા જ રહેવું પડે. મૂડ બદલાયા કરે એટલે કે અસ્થિર વૃતિ રહેવી. જાે માનસિક મંદતા વધુ હોય તો સ્યુસાઈડ એટલે કે આત્મહત્યા (આપઘાત) નું પગલું પણ લઇ લે નકારાત્મ્ક વિચાર દર્દીના સ્વભાવમાં જાેવા મળે છે.
ડિપ્રેશનના કારણોઃ આ માનસિક સ્થિતિ થવાના કારણોમાં જેમાં નજીકની વ્યક્તિનું મૃત્યુ થતું હોય, છૂટાછેડા અથવા નોકરી ન મળવાથી ડિપ્રેશનમાં વધારો થાય. ઘણા લોકોમાં કોઇપણ સ્પષ્ટ કારણ સિવાય આ રોગનો હુમલો આવે છે અને આ હુમલાઓ એક પછી એક એમ વધુ કામની વ્યસ્તતામાં જાેવા મળે છે અને દર્દીને ભય અને અસ્વસ્થતા જણાય છે આ સ્થિતિને પ્રાશ્ચાત્ય વિજ્ઞાનના હાયપોમેનીયાક સાથે સરખાવી શકાય. માસિક પહેલા ઘણી સ્ત્રીઓમાં હતાશા નિરાશાનો અનુભવ થાય છે.?
ખોરાક ઓછો થઈ જાય. સારામાં સારો ખોરાક જે પહેલા નિરાંતે ખાતા હતા તે ના ખાય અથવા ઓછો ખાય. કારણ વગર વજન ઓછું થાય અથવા તો વધે.. બિલકુલ ના ઉંઘે, ઓછું ઉંઘે અથવા ૨૪ કલાકમાં થી ૧૨ કલાક ઊંઘે. વારે વારે કોઈ કારણ વગર ગુસ્સે થઈ જાય.. સતત અકળાયેલા અને ઘરમાં આંટા માર્યા કરે. વાત કરવાનું પસંદ ના કરે.
બોલે તે ધીમે ધીમે અને સમજાય નહીં તેવું બોલે. થાક બહુ લાગે. કુટુંબના કે બહારના સાથે બોલવા ચાલવાનું ઓછું થઈ જાય. પહેલા જે વસ્તુઓ અને પ્રવૃત્તિ ખૂબ ગમતી હતી તે બધા માંથી રસ ઊડી જાય. પતિ-પત્ની સાથે જાતિય સમાગમની વૃત્તિ ઓછી થઈ જાય કે તદ્દન બંધ થઈ જાય… સતત પોતે કોઈ કામને લાયક નથી
એવું બોલ્યા કરે. કોઈપણ બાબત જલ્દી વિચાર કરી ના શકે. કુટુંબીજનો કે મિત્રો સાથેનો સબંધ ઓછો કરી નાખે. નોકરી કે ધંધાનું કામ જે કરતા હોય તે સતત અટક્યા વગર કે આરામ લીધા વગર કર્યા જ કરે. લક્ષણો વધે ત્યારે દારૂ સિગારેટના બંધાણી થઈ જાય. સ્ત્રીઓમાં ઉપરના બધા જ લક્ષણો જલ્દી થાય.
નકારાત્મક વિચારઃ ડિપ્રેશનની શરૂઆત નકારાત્મક વિચારોથી ઘેરાઇ રહેવાને કારણે થાય છે. ઇચ્છા ન હોય તેમ છતાં જાે વ્યક્તિના મગજમાં નેગેટિવ વાતો ફરતી રહેતી હોય તો આ નેગેટિવ બાબતો વિચારના રૂપે વ્યક્તિના મગજ પર હાવી થવા લાગે છે અને વ્યક્તિનું વર્તન પણ નેગેટિવ વિચારની જેમ નકારાત્મક થવા લાગે છે.
ક્રૉનિક ડિપ્રેશનઃ એક હોય છે ક્રોનિક ડિપ્રેશન. આ પરિસ્થિતિમાં પીડિતને એકલતા, નિરાશા, હતાશા, ડર અને ગભરાહટ એટલી હદે ઘેરી લે છે કે તેને ડર લાગવા માંડે છે. આ પરિસ્થિતિમાં તેમને બીજા કોઇની સલાહ પણ યોગ્ય નથી લાગતી, કારણ કે તે તેના પર વિશ્વાસ કરવા માટે સજ્જ થઇ શકતો જ નથી.
કોઇની સલાહ પર તે વ્યક્તિ સરળતાથી વિશ્વાસ કરી શકતો નથી. હૉર્મોનલ અસંતુલનઃ ક્રોનિક ડિપ્રેશનની પરિસ્થિતિમાં વ્યક્તિને લાગવા લાગે છે કે તે ખૂબ જ એકલો છે. આ પરિસ્થિતિમાં વ્યક્તિ ધારણા કરી બેસે છે કે તેને કોઇ સમજતું નથી અને તે ખૂબ જ એકલો પડી ગયો છે. કોઇને તેની જરૂર નથી, ચિંતા નથી. આ પ્રકારના વિચાર હૉર્મોનલ અસંતુલનના કારણે આવે છે. કોઇ ખાસ વ્યક્તિને ગુમાવી દીધા પછી પણ વ્યક્તિ આ પ્રકારની સ્થિતિમાં પહોંચી શકે છે.
ખોરાક કયો આપવો જાેઈએ? વધારે ખાંડવાળા પદાર્થો ખાવા ના જાેઈએ. ઈનો અર્થ કે વધારે ખાંડવાળી ચ્હા, કોફી તથા મીઠા શરબતો, મીઠાઈઓ, કેક, પેસ્ટ્રી, ગળ્યા બિસ્કીટો અને ગળપણ વાળા બજારમાં મળતા ફ્રૂટ જ્યુઈશ ન લેવા જાેઈએ. તાજા ફળો,
ઓલિવ ઓઈલ, લીલા શાકભાજી, લેવી જાેઈએ. ડીપ્રેશન દૂર કરવાની સચોટ દવા એટલે નિયમિત કસરત ગણાય છે. શંખાવલી, બ્રાહ્મી, જટામાંશી, જેઠીમધ, માલકાંગણી બીજ, શતાવરી, અક્ક્લગરો, ગોરખમુંડી કુષ્ઠમાંથી બનતું પ્રવાહી ઉપરોક્ત તકલીફોમાં અકસીર પરિણામ આપે છે.
આથી ડિપ્રેશનની બહાર નીકળવું હોય તો હંમેશાં રોદણાં રડવાની પ્રવૃત્તિમાંથી બહાર નીકળવું જાેઈએ. આખા જગતનું દુઃખ પોતાને જ આવી પડ્યું છે તેવું માનવાનું અને બધાને કહેવાનું બંધ કરવું જાેઈએ. વ્યક્તિગત મોજમજા અને બાહ્ય સફળતાના બદલે જીવનને જાગૃતિના ઉચ્ચ સ્તર પર લઈ વા પ્રયાસ કરવો જાેઈએ. આપણે કોઈ પણ ઘટના કે કાર્ય માટે બીજાને, આપણાં માતાપિતા કે આપણા સમાજને દોષ દેવાનું બંધ કરવું જાેઈએ.
આ સિવાય ચંપક, ફ્રંગીપાની, કપૂર, યુકેલિપ્ટ્સ, ફૂદીનો, સેજ-સુગંધિત વનસ્પતિ કે તુલસી જેવાં છોડની સુગંધ લેવી જાેઈએ. તમે તમારાં નસકોરાં સાફ કરવા નસ્ય તેલનો પણ ઉપયોગ કરી શકો છો અથવા નેતી પાત્રનો ઉપયોગ નસકોરાંને સાફ કરવા કરી શકો છો. તેનાથી તમારા મગજમાં રહેલો પ્રાણ-ઑક્સિજન વધુ પહોંચશે.
મગજને વધુ ઊંડે સુધી ઊર્જા પહોંચાડવા માટે તમે પ્રાણાયામ પણ કરી શકો છો. જ્યાં સુધી આપણા નસકોરાં અને ફેફસાં ખુલ્લાં હોય અને આપણા શ્વાસોચ્છવાસ ઊંડા ચાલતા હોય અને પૂરેપૂરા હોય ત્યાં સુધી હતાશા કે ડિપ્રેશનથી દૂર રહી શકો છો. ઉપરાંત હ્રીં અથવા ઓમ્ નમઃ શિવાયનો મંત્રા જાપ પણ કરી શકો છો.
યોગ અને આયુર્વેદની દૃષ્ટિએ પણ આ એક સારવારનો ભાગ જ છે. પરંતુ આ જ મંત્ર બોલવા તેવી જડતા પણ નથી. તમને જે મંત્રથી શાંતિ મળતી હોય તે મંત્ર જાપ કરો. તેનાથી તમને નવી ઊર્જા મળતી જણાશે. ઉપરાંત આયુર્વેદિક ઔષધીય ચા (હર્બલ ટી) જેમ કે તુલસી, અથવા બ્રાહ્મી વગેરે દ્વારા મગજમાં પરિભ્રમણ સુધારી શકો છો
અથવા કપાળ કે મગજ ચંદન જેવાં કુદરતી ઔષધોનો ઉપયોગ કરી મગજને શાંત કરી શકો છો. તમે કુદરતમાં બહાર જઈને પણ હતાશા દૂર કરી શકો છો. તમે પર્વતારોહણ કરી શકો છો, તરવા જઈ શકો છો, યોગાસનોના વર્ગમાં જાેડાઈ શકો છો. શીર્ષાસન પણ આ બાબતે ફાયદારૂપ નીવડી શકે છે.
આકાશ, જળ, પૃથ્વી, પર્વત, વૃક્ષો, ફૂલો અને ઔષધિ દ્વારા તમારે તમારા જીવનને બહ્માંડ સાથે જાેડવું જાેઈએ. વધુ ચોક્કસ આયુર્વેદિક ભાષામાં કહે તો વાત દોષ ઘણી વાર ગાઢ હતાશાને આણતા હોય છે અને ચિંતા સર્જતા હોય છે. તમારો મિજાજ પણ વારેઘડીએ બદલાઈ શકે છે.
આ માટે સારો પોષક આહાર, આરામ, તેલનું માલિશ અને સારી સંગત જરૂરી છે. આથી હતાશાને દૂર કરવી હોય તો હકારાત્મક હોય, ખુશમિજાજ હોય અને જીવનને આનંદથી જીવવામાં માનતા હોય તેવા લોકોની સંગતમાં રહો. કફ દોષથી દીર્ઘકાલીન ડિપ્રેશન સર્જાઈ શકે છે. તેનાથી આળસ અને મેદસ્વિતા પણ આવી શકે છે.
આવા લોકોને પ્રેરિત કરવાની અને ઉત્સાહિત કરવાની જરૂર શારીરિક અને માનસિક બંને રીતે હોય છે. પિત્ત દોષથી વ્યક્તિ જ્યારે તેમના અંગત લક્ષ્યો સિદ્ધ કરવામાં નિષ્ફળ જાય છે કે તેમના પ્રયાસોને અવરોધિત કરી દેવામાં આવે છે ત્યારે તેને ડિપ્રેશન આવે છે.
આવી હતાશામાં ગુસ્સો પણ ભળે છે. તેઓ બાયપૉલર હોઈ શકે છે, મિજાજમાં અચાનક પરિવર્તન, તેઓ કોઈ વ્યક્તિ સામે કંઈ પણ કરી શકે છે. તેમને શાંત કરવાની જરૂર હોય છે. તેમને ક્ષમા અને કરુણા શીખવવાની અને કેળવવાની જરૂર છે.