નિર્દેશક વિવેક અગ્નિહોત્રીની ઓક્સફોર્ડે ઈવેન્ટ રદ કરી
મુંબઈ, બોલીવુડ ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સને લઈને ચર્ચામાં આવેલા ડાયરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રીની એક ઈવેન્ટને ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કેન્સલ કરી દીધી છે. જે બાદ નારાજ વિવેકએ ટ્વીટર પર સપોર્ટની અપીલ કરી. વિવેક અગ્નિહોત્રીએ યુનિવર્સિટી પર હિંદુ ફોબિયા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. ફિલ્મ નિર્માતાએ એક વીડિયોમાં કહ્યુ કે તેમને યુકેમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી તરફથી ૩૧ મે એ એક ભાષણ આપવા માટે બોલાવવામાં આવ્યા હતા પરંતુ અંતિમ સમયે આને કેન્સલ કરી દેવાયુ.
તેમણે કહ્યુ, ઈમેલ પર આપવામાં આવેલી જાણકારીમાં બધુ જ નક્કી હતુ પરંતુ પહેલા એ કહેવામાં આવ્યુ કે ભૂલથી બે બુકિંગ થઈ ગયુ છે જેથી હુ હોસ્ટ કરી શકીશ નહીં.વિવેકએ કહ્યુ કે મને પૂછ્યા વિના તેમણે ૧ જુલાઈની તારીખ આપી દીધી છે કેમ કે તે દિવસે કોઈ વિદ્યાર્થી હશે નહીં અને કોઈ કાર્યક્રમ કરવાનો અર્થ નથી.
પોતાની ટ્વીટમાં ડાયરેક્ટરે લખ્યુ, હિંદુફોબિક ઓક્સફર્ડ યુનિયને એકવાર ફરી હિંદુ અવાજને દબાવ્યો છે. તેમણે મારો પ્રોગ્રામ કેન્સલ કરી દીધો છે પરંતુ સત્ય એ છે કે તેમણે હિંદુઓના નરસંહારને જણાવવાનુ કેન્સલ કરી દીધુ જ્યાં હિંદુ સ્ટુડન્ટ લઘુમતી છે. આ યુનિયનનો પસંદ કરાયેલો પ્રેસિડેન્ટ એક પાકિસ્તાની છે. પ્લીઝ મારા વીડિયોને શેર કરો અને મને આ સંઘર્ષમાં સપોર્ટ કરો.
ડાયરેક્ટરે કહ્યુ કે તેઓ આની સામે ફરિયાદ નોંધાવશે.અગ્નિહોત્રીએ કહ્યુ, તેઓ મને ઈસ્લામોફોબિક કહે છે. હજારો કાશ્મીરી હિંદુઓને મારવુ હિંદુત્વ વિરોધી નહોતુ પરંતુ સચ્ચાઈ પર ફિલ્મ બનાવવી ઈસ્લામોફોબિક લાગ્યુ. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં હિંદુ લઘુમતી છે. આ લઘુમતીઓની પીડા છે.ss2kp