Western Times News

Gujarati News

નિર્દોષના હાથપગ બાંધી કારમાં જીવતો સળગાવ્યો: વીમો પાસ કરાવવા કાવતરું

વિશાલ ૬૦ લાખનો વીમો તેમજ અન્ય ૪ લાખનો વીમો હતો તે વીમાની રકમ પાસ કરાવવા કાવતરું ઘડ્યુ હતું

સુરતમાં યુવકે પોતાનું મોત સાબિત કરવા હત્યા કરી

સુરત,  સુરતના ઘલા ગામે રહસ્યમય રીતે સળગેલી હાલતમાં મળી આવેલી ક્રેટા કારનું રહસ્ય ખુલ્યું,કારની સાથે સાથે મૃતદેહ પણ થયો હતો ભસ્મીભૂત,પોલીસ ને પહેલે થી જ ઘટનાને લઈ હતી શંકા, ઘટના આકસ્મિક નહીં પરંતુ કાવતરાની હતી શંકા, પોલીસનો શક સાચો નીકળ્યો, કાર અને અજાણ્યા ઇસમને સળગાવનાર બીજું કોઈ નહીં પરંતુ કાર માલિક પોતે જ નીકળ્યો,જિલ્લા એસઓજી પોલીસે કાર માલિકની ધરપકડ કરી હતી. કાર માલિકે શા માટે આવું કારસ્તાન કર્યું તે માટે પોલીસ દ્વારા પુછપરછ હાથ ધરાઈ હતી.

જેમાં એક સળગેલી હાલતમાં મૃતદેહ પણ મળી આવ્યો હતો,આ ઘટનામાં કામરેજ પોલીસે ગુનો નોંધ્યો હતો અને જેની તપાસ જિલ્લા એસઓજી પોલીસને સોંપવામાં આવી હતી, પોલીસ પહેલેથી જ આ ઘટના લઈ શંકામાં હતી, પોલીસને શંકા હતી કે આ ઘટના આકસ્મિક નથી બની પરંતુ કોઈક દ્વારા કાવતરું રચવામાં આવ્યું છે.

પોલીસે તે જ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને કાર માલિક સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો,આખરે કાર માલિક કામરેજના વેલંજા નજીકથી પોલીસના હાથે ઝડપાતા આખી ઘટનાનો ભેદ ઉકેલાયો હતો

ઝડપાયેલા કાર માલિક વિશાલ ગજેરાએ પોલીસ પૂછપરછ દરમિયાન ખુલાસા કર્યા હતા કે પોતાનું શેર બજારમાં દેવું થઈ ગયું હતું, આ સિવાય હોમ લોનના ૩૭ લાખ તેમજ ગાડીની લોનના ૧૭ લાખ તેમજ અન્ય લોન સહિત ૫૮ લાખનું દેવું હતું જેની ભરપાઈ કરવામાં મુશ્કેલી પડી રહી હતી

વિશાલ પોતાનો ૬૦ લાખનો વીમો તેમજ અન્ય ૪ લાખનો વીમો હતો તે વીમાની રકમ પાસ કરાવવાની ફિરાકમાં હતો,ગત ૧૦ તારીખથી વિશાલ પોતાના ઘરે થી ક્રેટા કાર લઈ ગુમ થઈ ગયો હતો ત્યારે વિશાલના ભાઈએ સુરતના સરથાણા પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી.

આગમાં આકસ્મિક રીતે આગ લાગી કે પછી કોઈએ આગ લગાવી તે અંગે હાલ પોલીસ પણ અસમંજસમાં છે. સમગ્ર હકીકત હ્લજીન્ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડી શકશે. આ મામલે સૌપ્રથમ પોલીસે કાર કોના નામે રજિસ્ટર છે તે બાજુ તપાસ હાથ ધરી હતી. જેમાં આરટીઓની એપ્લીકેશનમાં પ્રાથમિક રીતે આ કાર રમેશભાઈ દુધાત નામના વ્યક્તિની હોવાનું જાણવા મળી રહ્યું છે.

વિશાલે કાવતરું રચવા માટે અંકલેશ્વરથી એક અજાણ્યા ઇસમને હાથ-પગ બાંધી પોતાની કારમાં અપહરણ કરી કામરેજના ઘલા ગામે લઈ આવ્યો હતો,જ્યાં ઘલા-કરજણ રોડ નજીક આવેલા ખેતરમાં કાર ઉતારી અજાણ્યા ઇસમ સાથે જ કારમાં પેટ્રોલ છાંટી કાર સળગાવી ભાગી છૂટ્યો હતો. પોલીસ ને ગુમરાહ કરી પોતાનું જ મોત થયું હોવાનું બહાર પાડી વીમો પકવવાના ચક્કરમાં આરોપી વિશાલ ગજેરા એ એક નિર્દોષ નો ભોગ લીધો.

પોલીસે મોબાઈલ લોકેશનના આધારે આરોપી વિશાલ ગજેરાને ઝડપી પાડ્યો છે કાર માલિકે હત્યા કરી હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. ત્યારે પોલીસે આરોપી વિશાલ ગજેરા ની ધરપકડ કરી જેલ ના સળિયા પાછળ ધકેલ્યો છે,પોતાનો વીમો પકવવા માટે એક નિર્દોષ નો ભોગ લેનાર આવા શખ્સ ને કડક માં કડક સજા મળે તે જરૂરી બન્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.