નિર્ભયાના ગુન્હેગારોને કાલે નહી થાય ફાંસી : આગામી આદેશ સુધી સજા પર સ્ટે
નવી દિલ્હી, કાયદાકિય વિકલ્પોનો ઉપયોગ કરી નિર્ભયાના ગુન્હેગારો ફાંસીની સજા ટાળવા ટાળવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યાં છે. ગુન્હેગાર વિનયે ફાંસી પર રોક લગાવવાની માંગ કરી છે. પટિયાલા હાઉસ કોર્ટમાં ગુરુવારે વિનય તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં રાષ્ટ્રપતિ પાસે દયા અરજી પેન્ડિંગ હોવાના આધારે ફાંસી પર રોક લગાવવાની અપીલ કરવામાં આવી છે. મામલે વધું એક દોષિત પવન સગીર હોવાને લઈને સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. પવનની આ અરજી પણ કોર્ટે ફગાવી દીધી. કોર્ટે આગામી ઓર્ડર સુધી દોષીતોને ફાંસીની સજા પર સ્ટે આપ્યો છે. નિર્ભયાના દોષિતોને 1 ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવામાં આવશે કે નહી. આ મામલે કોર્ટે ડેથ વોરંટ જાહેર કર્યા બાદ પણ અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે. ત્યારે આજે કોર્ટે સાંજ સુધી ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. આજે સાંજ બાદ આરોપીઓ અંગે ચુકાદો આપવામાં આવશે.
આવા સંજોગોમાં નિર્ભયાના દોષિતોના વકીલ એ.પી. સિંહે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરી ફાંસીની તારીખ ફરી એક વખત લંબાવવા માટે માંગણી કરી છે. આ પર કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. દોષિતો તરફથી આ વખતે દિલ્હી પ્રિઝન રૂલ્સનો હવાલો આપવામાં આવ્યો છે. નિર્ભયાના ચારેય દોષિતોના વકીલ એ.પી. સિંહે જણાવ્યું કે દિલ્હી પ્રિઝન રૂલ્સ મુજબ ચાર પૈકી કોઇ પણ દોષિતોને ત્યાં સુધી ફાંસી ન આપી શકાય કે જ્યાં સુધી આખરી દોષિત દયા અરજી સહિત તમામ કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ ન કરી લે.
નિર્ભયા ગેંગરેપ અને હત્યાના કેસમાં ફાંસીની સજા મેળવેલા તમામ ચારેય આરોપીઓ ફાંસીથી બચવા માટે દરેક દાવપેચ અજમાવ્યા છે. જો કે સુપ્રીમ કોર્ટ સમક્ષ દોષિતોના વકીલોના એક પણ પેંતરા કામ નથી આવી રહ્યા. નિર્ભયાના ચાર દોષિતો પેકી અક્ષય સિંહે દાખલ કરેલી ક્યુરેટિવ પિટીશન પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આથી હવે અક્ષય પણ મુકેશની જેમ રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી કરી શકે છે. અક્ષયે દાખલ કરેલી ક્યુરેટિવ પિટીશનમાં જણાવ્યું હતું કે મહિલાઓ વિરૂદ્ધ હિંસા પર પ્રજાજનોના દબાણ અને લોકોના મતને ધ્યાને લઇને કોર્ટે દોષિતોને ફાંસીની સજા સંભળાવી છે.