નિર્ભયાના દોષિતોને અંતિમ ઇચ્છા પુછવામાં આવી
નવી દિલ્હી: તિહાર જેલમાં રહેલા નિર્ભયાના ચારેય અપરાધીને જેલ વહીવટીતંત્રે હવે નોટીસ ફટકારીને તેમની અંતિમ ઇચ્છા જાણવા માટેના પ્રયાસ કર્યા છે. પહેલી ફેબ્રુઆરીના દિવસે તેમને ફાંસી આપવામાં આવનાર છે ત્યારે તેમના મનની વાત જાણવા માટેના પ્રયાસ થઇ રહ્યા છે. ફાંસી પહેલા તેઓ કોને અંતિમ વખત મળવા માંગે છે. તેમના નામ પર જા કોઇ પ્રોપર્ટી છે તો અન્ય કોઇના નામ પર ટ્રાન્સફર કરવા માટે ઇચ્છુક છે કે કેમ તે બાબત પણ જાણવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કોઇ ધાર્મિક પુસ્તક વાંચવા માંગે છે કે કેમ તે અંગે પણ તેમની ઇચ્છા જાણવા માટેના પ્રયાસ થઇ રહ્યા છે. જેલ તંત્ર દ્વારા કહેવામાં આવ્યુ છે કે આ તમામ પૈકી કોઇ ઇચ્છા છે તો આ ઇચ્છા તેમની પૂર્ણ કરવામાં આવી શકે છે.
બીજી બાજુ એવા હેવાલ મળ્યા છે કે ચારેય દોષિત ભયભીત થયેલા છે. ચાર પૈકી એકે જીવન ખતમ થવાના ભયથી ભોજન બંધ કરી દેતા તેની ચર્ચા છે. જ્યારે અન્ય એક અપરાધી પણ ચિંતાતુર છે. મંગળવારના દિવસથી પવનના ભોજનમાં એકાએક કમી આવી રહી છે. મુકેશ અને અક્ષય પર હાલમાં કોઇ અસર દેખાઇ રહી નથી. મુકેશની પાસે તો જેટલા પણ વિકલ્પ હતા તે તમામ વિકલ્પોનો ઉપયોગ કરવામાં આવી ચુક્યો છે.
તેની દયાની અરજી પણ રાષ્ટ્રપતિ દ્વારા અસ્વીકાર કરવામાં આવી ચુકી છે. હવે અન્ય ત્રણની પાસે દયાનવી અરજી દાખલ કરવા અને બેની પાસે ક્યુરેટિવ અરજી દાખલ કરવાના વિકલ્પ રહેલા છે. જા કે આ તમામ અપરાધીઓને બાકીના વિકલ્પો પણ વહેલી તકેઉપયોગ કરવાની ફરજ પડશે. કારણ કે ફાસીની તારીખ બિલકુલ નજીક આવી ચુકી છે. નિર્ભયાના દોષિતો પર બાજ નજર રાખવામાં આવી રહી છે. બીજી બાજુ જલ્લાદને બોલાવી લેવા માટેની તારીખ પણ નજીક આવી રહી છે.