નિર્ભયાના ૪ દોષિતોને ફાંસી પર લટકાવી પવન જલ્લાદે તોડ્યો પોતાના દાદાનો રેકોર્ડ
મેરઠ: નિર્ભયા કેસના ચાર દોષિતોને ફાંસી પર લટકાવીને મેરઠના પવન જલ્લાદએ પોતાના દાદા કાલૂરામનો રેકોર્ડ તોડી દીધો છે. મૂળે, કાલૂરામે એક સાથે બે દોષિતોને ફાંસી આપી હતી, બીજી તરફ હવે પવને એક સાથે ચાર દોષિતોને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, મેરઠના રહેવાસી પવનની ચાર પેઢીઓ ફાંસી આપવાનું કામ કરે છે. પવનના પરદાદા લક્ષ્મણ રામ અંગ્રેજ સરકારના સમયમાં પરિવારના પહેલા જલ્લાદ બન્યા હતા.
ત્યારબાદ લક્ષ્મણ રામના દીકરા અને પવનના દાદા કાલૂરામે જવાબદારી સંભાળી. દિલ્હીના જીસસ મેરી કાલેજની સ્ટુડન્ટ્સ ગીતા ચોપડા અને તેમના ભાઈ સંજય ચોપડાની હત્યા કરનારા કુખ્યાત અપરાધી રંગા-બિલ્લાને કાલૂરામે ફાંસી પર લટકાવ્યા હતા. આ પહેલીવાર હતું જ્યારે બે લોકોને એક સાથે ફાંસી આપવામાં આવી હતી. ત્યારબાદ કાલૂરામે પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા કરનારા સતવંત સિંહ અને કાવતરું રચનારા કેહર સિંહને પણ ફાંસી પર ચડાવ્યા.
ત્યારબાદ કાલૂરામે આ કામ દીકરા મમ્મૂ સિંહને સોંપી દીધી. મમ્મૂએ છેલ્લી વાર વર્ષ ૧૯૯૭માં જબલપુરના કાંતા પ્રસાદ તિવારીને ફાંસી આપી હતી. ત્યારબાદ તેમનું મોત થયું. મમ્મૂના મોત પહેલા જ દાદા કાલૂરામે પોતાના પૌત્ર પવનને જલ્લાદ બનવા માટે તાલીમ આપી હતી. પવને જણાવ્યું કે, ફાંસી આ૫વાની કળા તેઓએ પોતાના દાદા પાસેથી શીખી. તેમની સાથે તેઓ પહેલીવાર આગ્રા જેલ ગયા હતા. આ ૧૯૯૮ની વાત છે. તે સમયે દાદા કાલૂરામે દુષ્કર્મના દોષી જુમ્મનને ફાંસી પર લટકાવ્યો હતો