નિર્ભયા કેસઃ અક્ષયની પત્ની કોર્ટના પટાંગણમાં બેભાન થઈ ઢળી પડી

નવી દિલ્હી, નિર્ભયાના ચારેય દોષિતોમાનાં એક એવા અક્ષયની પત્ની આ અગાઉ પટિયાલા હાઉસકોર્ટમાં પણ સુનાવણી પુરી થઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે, આવતી કાલે સવારે 5.30 કલાકે આ ચારેય દોષિતોને ફાંસીની સજા આપવાની છે. આ સુનાવણીની વચ્ચે કોર્ટની બહાર અક્ષયની પત્ની બેભાન થઈને ઢળી પડી હતી.
અક્ષયે પોતાની પત્નીથી છૂટાછેડા માટેની અરજી દાખલ કરી હતી. જેમાં માટે સુનાવણી ચાલી રહી હતી. જોકે, અક્ષયની પત્ની કોર્ટની આ સુનાવણીમાં પહોંચી નહોતી. ત્યારે એવુ માનવામાં આવે છે, આવતી કાલે થનારી ફાંસીની સજાને ટાળવા માટે થઈને આવુ કરવામાં આવ્યું છે.
અક્ષય ઠાકુરે પોતાની પત્ની પાસેથી છૂટાછેડા લેવા માટે અરજી કરી હતી. આ બાબતને લઈ ઔરંગાબાદની પારિવારીક કોર્ટમાં આજે સુનાવણી ચાલી રહી હતી. પણ અક્ષયની પત્ની સમયસર નહોતી પહોંચી. જેને લઈ આ સુનાવણી 24 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. 32 વર્ષીય મુકેશ, 25 વર્ષના પવન, 26 વર્ષના વિનય અને 31 વર્ષના અક્ષયને શુક્રવારે વહેલી સવારે 5.30 કલાકે ફાંસીએ લટકાવી દેવામાં આવશે. તિહાર જેલમાં પ્રથમ વખત એવુ બનશે કે એક સાથે ચાર અપરાધીઓને ફાંસીએ લટકાવવામાં આવશે. જ્યારે દક્ષિણ એશિયાની સૌથી મોટી જેલોની સરખામણીએ પણ આવું પહેલી વખત થવા જઇ રહ્યું છે.