નિર્ભયા કેસઃ ચારેય દોષીઓને ફાંસી થશે કે નહી, ૫ માર્ચના રોજ સુનાવણી
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે મંગળવારે ગૃહ મંત્રાલયની અરજી પર સુનાવણી કરી જેમાં ૨૦૧૨ના દિલ્હી ગેંગરેપના કેસના દોષીઓને અલગ-અલગ ફાંસી આપવાની માંગ કરી હતી. કેસની આગામી સુનાવણી ૫ માર્ચના રોજ થશે. ન્યાયમૂર્તિ આર ભાનુમતિની અધ્યક્ષતાવાળી સર્વોચ્ચ ન્યાયાલયના ૩ ન્યાયાધીશોની પીઠ આજે ગૃહ મંત્રાલય દ્વારા દાખલ અરજી પર સુનાવણી કરી.
રાષ્ટ્રીય રાજધાનીના વસંત વિહાર વિસ્તારમાં ૧૬ ડિસેમ્બર ૨૦૧૨ની રાત્રે ૨૩ વર્ષની પેરામેડિકલ વિદ્યાર્થિની નિર્ભયાની સાથે ચાલું બલમાં સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ ધ્રુણાષ્પદ ઘટના બાદ પીડિતાને સારવાર માટે સિંગાપુર લઈ જવામાં આવી હતી જ્યાં તેનું નિધન થયું હતું. આ મામલામાં દિલ્હી પોલીસે બસ ચાલક સહિત છ લોકોની ધરપકડ કરી હતી. તેમાંથી એક સગીર હતો. આ મમલામાં સગીરને ત્રણ વર્ષ સુધી સુધાર ગ્રુપમાં રાખ્યા બાદ તેને છોડી જેવામાં આવ્યો હતો. જ્યારે એક આરોપી રામ સિંહે જેલમાં આત્મહત્યા કરી લીધી હતી. ફાસ્ટ ટ્રેક કોર્ટે આ મામલામાં ચાર આરોપીઓ પવન, અક્ષય, વિનય અને મુકેશને દોષી ઠેરવતા ફાંસીની સજા સંભળાવી હતી. ફાસ્ટ ટ્રેક કોર્ટના આ નિર્ણયને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ યથાવત રાખ્યો હતો. હવે દોષીતોને ૩ માર્ચે ફાંસી આપવાની છે.