નિર્ભયા કેસઃ દોષિત વિનય શર્માની પિતા સાથે મુલાકાત
ક્યુરેટિવ અરજી સુપ્રીમ કોર્ટમાં ફગાવી દેવાયા બાદ વિનય શર્મા વધારે બેચેનઃ જેલર ઓફિસમાં પિતા સાથે મુલાકાત
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટ દ્વારા ક્યુરેટિવ અરજીને ફગાવી દેવામાં આવ્યા બાદ નિર્ભયાના દોષિતોમાં સૌથી વધારે પરેશાન વિનય શર્મા દેખાઈ રહ્યો છે. તેની વધતી જતી હેરાનગતિને જાઇને તિહાર જેલના વહીવટીતંત્ર દ્વારા તેની તકેદારી વધારી દીધી છે. મંગળવારના દિવસે વિનય દ્વારા પોતાના પિતા સાથે વાતચીત કરવામાં આવી હતી.
પોતાના પિતાને મળવાની ઇચ્છા વિનય દ્વારા જેલ વહીવટીતંત્ર સમક્ષ રજૂ કરવામાં આવી હતી. તેની અપીલને Âસ્વકારીને જેલ વહીવટીતંત્રએ પિતા સાથે મુલાકાત કરાવી હતી. આ ગાળા દરમિયાન તે એક વખતે રડી પડ્યો હતો. જેલરની ઓફિસમાં આ વાતચીત થઇ હતી. જેલ સુત્રોના કહેવા મુજબ સુપ્રીમ કોર્ટ તરફથી ક્યુરેટિવ અરજીઓને ફગાવી દીધા બાદ દોષિતો તરફથી એવી પ્રથમ પ્રતિક્રિયા આવી છે કે, આને લઇને તેમને પહેલાથી જ આશંકા હતી
પરંતુ એવું લાગી રહ્યું હતું કે, કેટલીક અસર થાય તો તેમની સજા ઓછી થઇ શકે છે. ક્યુરેટિવ અરજીને ફગાવી દીધા બાદ મોટો ફટકો નિર્ભયાના અપરાધી પૈકી વિનયને થયો હતો. ટીવી ઉપર આ અંગેની માહિતી મળ્યા બાદ તે હતાશ દેખાયો હતો. હાલમાં ચારેય અપરાધીઓના સેલમાં ટીવી લાગેલા છે જ્યાં તેઓ સમાચાર નિહાળી શકે છે. ચારેયમાંથી વિનય ઉપરાંત મુકેશ પણ પરેશાન થયેલો છે. પવન અને અક્ષયકુમારને હાલ શાંત સ્વરુપમાં જાઈ શકાય છે. હવે તેમની લાઇફમાં કલાકોનો સમય બાકી રહ્યો છે.
જેલ અધિકારીઓના કહેવા મુજબ હાલમાં ચારેય અપરાધીઓ યોગ્યરીતે ભોજન કરી રહ્યા છે. ચારેય અપરાધીઓ પૈકી કોઇએ પણ જેલના અધિકારીઓ સમક્ષ પોતાના ગુનાની કબૂલાત કરી નથી. ચારેય અપરાધીઓને ગુનાને લઇને કોઇપણ ભય હજુ પણ દેખાઈ રહ્યો નથી. બીજી બાજુ વિનય અને મુકેશની ઉંઘ હરામ થયેલી છે. જેલના સુત્રોના કહેવા મુજબ ટૂંક સમયમાં જ ચારેય અપરાધીઓની ફાંસી જેમાં આપવામાં આવનાર છે તે જેલ નંબર ત્રણમાં લઇ જવામાં આવશે. જેલના સુત્રોના કહેવા મુજબ નિર્ભયાના તમામ દોષિતોને પરિવારને મળવાની તક આપવામાં આવેલી છે. અક્ષયના પરિવારના સભ્યો નવેમ્બર મહિનામાં પહોંચ્યા હતા.
હવે રાષ્ટ્રપતિના નામે પોતાની દયાની અરજી રજૂ કરવા મુકેશે જેલ વહીવટીતંત્રને પત્ર મોકલ્યો છે. અહીંથી આ દયાની અરજી દિલ્હી સરકારના ગૃહ વિભાગને મોકલી દેવામાં આવનાર છે જ્યાંથી કેન્દ્રીય ગૃહમંત્રાલય થઇને રાષ્ટ્રપતિ પાસે પહોંચશે. જેલના અધિકારીઓના કહેવા મુજબ રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી રજૂ કરવા માટે તેમની પાસે ૨૧મી જાન્યુઆરી સુધીનો સમય છે. તેમને ૧૪ દિવસનો સમય પણ આપવામાં આવી રહ્યો છે. ૨૧મી જાન્યુઆરીના દિવસે દયાની અરજી ફગાવી દેવામાં આવે છે તો આગામી દિવસે તેમને ફાંસી આપી દેવામાં આવશે.