નિર્ભયા કેસ: ચારેય દોષિત જેલમાં હિંસક બની રહ્યા છે
હવે ચાર પૈકી બે અપરાધી દ્વારા જેલ સ્ટાફની સાથે હિંસક વર્તન કરાયુ: ચાર અપરાધીઓ ઉપર ચાંપતી નજર રખાઇ
નવી દિલ્હી, નિર્ભયા ગેંગ રેપ અને મર્ડર કેસમાં ચારે અપરાધીઓની તિહાર જેલમાં કાઉન્સેલિંગ કરવામાં આવી રહી છે. જેલ સત્તાવાળાઓ દ્વારા આ પ્રકારના પગલા લેવા પાછળ કેટલાક હેતુ રહેલા છે. ચાર અપરાધી પૈકી બે દોષિતો મુકેશ સિંહ અને વિનય શર્મા દ્વારા જેલના સ્ટાફ સાથે ખરાબ અને હિંસર વર્તન કરવામાં આવ્યા બાદ જેલ સત્તાવાળાઓ જુદા જુદા પગલા લઇ રહ્યા છે. બે અપરાધી દ્વારા રૂટીન ચેક અપ માટે આવેલા જેલ સ્ટાફ સાથે ખરાબ વર્તન કર્યુ હતુ. ત્યારબાદ મુકેશ અને વિનયની સાથે અક્ષય ઠાકુર અને પવન ગુપ્તાને પણ એન્ગર મેનેજમેન્ટના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. સાથે સાથે ચારેય અપરાધીઓના વર્તન પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સુત્રોએ કહ્યુ છે કે વિનય દ્વારા છેલ્લા સપ્તાહમાં ભોજન આપવા અથવા તો જેલના નિયમો પાળવા માટે જ્યારે કહેવામાં આવે છે ત્યારે ખરાબ વર્તન કરવામાં આવે છે. મુકેશે તો નિયમો પાળવાનો પણ ઇન્કાર કરી દીધો છે. વિનય દ્વારા ગઇકાલે ગુરૂવારના દિવસે પટિયાળા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરીને પોતે માનસિક રીતે અસ્વસ્થ હોવાની વાત કરી હતી. જા કે તપાસ કરવામાં આવ્યા બાદ આનસિક અસ્થિરતા કોઇ લક્ષણ દેખાયા નથી. સમગ્ર દેશને હચમચાવી મુકનાર નિર્ભયા ગેંગરેપ કેસમાં ચારેય અપરાધીઓની સામે ૧૭મી ફેબ્રુઆરીના દિવસે ત્રીજી વખત ડેથ વોરંટ જારી કરવામાં આવ્યું હતું.
દિલ્હીના પટીયાલા હાઉસ કોર્ટે દોષિતોને ત્રીજી માર્ચના દિવસે સવારે છ વાગે ફાંસી આપવા માટેનો આદેશ કર્યો હતો. નિર્ભયાના પરિવાર તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. પવનની પાસે પણ ક્યુરેટીવ પિટીશન અને રાષ્ટ્રીયપતિની પાસે દયાની અરજીનો વિકલ્પ છે. ત્રણની દયાની અરજી રાષ્ટ્રપતિ દ્વારા ફગાવી દેવામાં આવી છે. નિર્ભયા મામલામાં અગાઉ પણ બે વખત ડેથ વોર્ટ જારી કરવામાં આવ્યા છે જે પૈકી ૭મી જાન્યુઆરીના દિવસે ડેથ વોરંટ પહેલી વખત જારી કરાયું હતું. જ્યારે ૧૭મી જાન્યુઆરીના દિવસે પણ ડેથ વોરંટ જારી કરાયું હતું. ૧૬મી ડિસેમ્બર ૨૦૧૨ના દિવસે એક પેરા મેડીકલની વિદ્યાર્થીનીએ પોતાના ઘરે જવા માટે પોતાના મિત્રની સાથે બસની મુસાફરી કરી હતી એ જ વેળા ચાર નરાધમ શખસોએ તેના ઉપર ચાલતી બસમાં અમાનવીય રીતે ગેંગરેપ કર્યો હતો. આ બનાવમાં તે એટલા હદ સુધી ઘાયલ થઈ ગઈ હતી કે થોડાક દિવસ સુધી સારવાર હેઠળ રહ્યા બાદ તેનું મોત થયું હતું. આ હચમચાવી મૂકનાર ઘટનાના કારણે દેશભરમાં તમામ લોકો એક મત થઈ ગયા હતા અને તમામ જગ્યાઓએ જારદાર વિરોધ પ્રદર્શન થયા હતા.સરકારને મહિલાઓ પર થતા અત્યાચાર માટે નવા કાયદાઓ બનાવવાની તરત ફરજ પડી હતી.નિર્ભયા ગેંગ રેપ કેસ પર તમામની નજર છે.