નિર્ભયા ગેંગરેપ કેસમાં આરોપીઓને ફાંસી આપવાની તૈયારીઓ શરૂ

નવીદિલ્હી, દિલ્હીની અદાલતે ૨૦૧૨ ગેંગરેપ કેસમાં ચારેય દોષિત મુકેશ સિંહ,વિનય શર્મા,અક્ષય સિંહ અને પવન ગુપ્તાની ફાંસીની તારીખ ૨૨ માર્ચ નક્કી કરવામાં આવી છે.તેના માટે જલ્લાદ પવન ૧૭ માર્ચે તિહાડ જેલ પહોંચશે ચારેય દોષિતોની ફાંસી આ પહેલા ત્રણવાર સ્થગિત થઇ ચુકી છે પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ૨૨ માર્ચે તેમને ફાંસી પર લટકાવી દેવામાં આવશે. તિહાડ જેલના અધિકારીઓએ જણાવ્યું હતું કે પવન જલ્લાદ આવતીકાલે ૧૭ માર્ચેના રોજ જેલમાં પહોંચશે તેમણે કહ્યું કે ૨૦ માર્ચે નકકી કરવામાં આવેલ ફાંસી પહેલા ડમી દ્વારા તેનો અભ્યાસ પણ કરવામાં આવશે.
નિર્ભયાના દોષિતોએ આ પહેલા સુપ્રીમ કોર્ટ પટિયાલા હાઉસ કોર્ટથી લઇ રાષ્ટ્રપતિ ભવન સુધી ખુદને બચાવવા માટે હરસંભવ પ્રયાસ કર્યો હતો ગત ૩ માર્ચે ફાંસી માટે તિહાડ જેલ પ્રશાસને તૈયારી પુરી કરી લીધી હતી તિહાડ જેલના અધિકરીઓએ જણાવ્યું હતું કે પલન જલ્લાદે તિહાડમાં ચારેય દોષિતોને ડમી દ્વારા ફાંસીનો અભ્યાસ પણ કરી લેવામાં આવ્યો હતો પરંતુ બાદમાં કોર્ટે તેના પર રોક લગાવી દીધી હતી.
આ ત્રીજા પ્રસંગ હશે કે આ કેસમાં ફાંસી માટે પવન જલ્લાદ તિહાડ જેલમાં બોલાવવામાં આવ્યો છે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિતોને ફાંસી આપવા માટે ફરીથી જેથ વોરંટ જારી કરવામાં આવ્યો છે. આ દોષિતોને ત્રણ માર્ચે ફાંસી થનાર હતી પરંતુ દયા અરજી લંબિત હોવાનું ધ્યાનમાં રાખી અદાલતે ૨ માર્ચે ફાંસી પર આગામી આદેશ સુધી રોક લગાવી દીધી હતી.
નિર્ભયાના ચારેય દોષિતોનો વ્યવહારનો અભ્યાસ કરી રહેલ ડોકટરો અને અધિકારીઓ એ વાતને લઇ ખુબ આશ્ચર્યમાં છે કે તેમની ફાંસીમાં હવે કેટલાક દિવસો બાકી બચ્યા છે તે કેવી રીતે આટલા સામાન્ય રહી શકે છે આ વખતે વચ્ચમાં જો કોઇ કાનુની અડચણ ન આવે તો ૨૦ માર્ચની સવારે ૫.૩૦ કલાકે ચારેયને ફાંસી પર લટકાવી દેવામાં આવશે જે વાત આ ચારેય પણ સારી રીતે જાણે છે.