Western Times News

Gujarati News

નિર્ભયા રેપ કેસમાં રિવ્યુ પિટિશન ફગાવાઈ

અમને હજુ પણ તારીખ ઉપર તારીખ મળી રહી છેઃ પટિયાલા કોર્ટના નિર્ણય બાદ નિર્ભયાની માતાએ વ્યક્ત કરીઃ ડેથ વોરંટના મામલે સાતમીએ સુનાવણી

નવીદિલ્હી, નિર્ભયાના દોષિત અક્ષય ઠાકુર દ્વારા દાખલ કરવામાં આવેલી રિવ્યુ પિટિશનને પણ સુપ્રીમ કોર્ટે આજે ફગાવી દીધી હતી. કોર્ટરુમમાં ઉપÂસ્થત રહેલા નિર્ભયાના માતાપિતાએ કોર્ટના આ નિર્ણયને લઇને ખુશી વ્યક્ત કરી હતી. જા કે, પટિયાલા હાઉસ કોર્ટ તરફથી ડેથ વોરંટ જારી ન થતાં નિરાશા પણ જાવા મળી હતી. નિર્ભયાના માતા-પિતાએ કહ્યું હતું કે, તેમને તો હજુ સુધી માત્ર તારીખ ઉપર તારીખ મળી રહી છે. સુપ્રીમ કોર્ટે આજે ચાર અપરાધીઓ પૈકીના એક અક્ષય ઠાકુરની રિવ્યુ અરજીને ફગાવતા કહ્યું હતું કે, ટ્રાયલ અને ચુકાદામાં કોઇપણ પ્રકારની ખામી દેખાતી નથી. પટિયાલા હાઉસ કોર્ટમાં આરોપીઓને ડેથ વોરંટ જારી કરવા સંબંધિત અરજી પર સુનાવણી  થઇ હતી.

કોર્ટમાં આગામી સુનાવણી ૭મી જાન્યુઆરીના દિવસે હાથ ધરવામાં આવશે. સાતમી જાન્યુઆરી સુધીનો સમય દોષિતોને કોર્ટ દ્વારા મળી ગયો છે. આને લઇને નિર્ભયાની માતા નિરાશ દેખાઈ હતી. નિર્ભયાની માતાએ કહ્યું હતું કે, એક વર્ષથી તેઓ પટિયાલા હાઉસ કોર્ટના ચક્કર લગાવી રહ્યા છે. આજે ફરી સાતમી જાન્યુઆરીની તારીખ મળી ગઈ છે. અહીં તમામ અધિકાર અપરાધીઓને મળેલા છે. અમને કોઇ અધિકાર મળેલા નથી. અમારા વકીલની વાત કોર્ટે સાંભળી ન હતી. કોર્ટે પણ તેમના વકીલોની વાત સાંભળી હતી. કોર્ટની બહાર પત્રકારો સાથે વાતચીત કરતા નિર્ભયાના પિતાએ કહ્યું હતું કે, સાત વર્ષથી અમે ન્યાયની રાહ જાઈ રહ્યા છે. અમે ચુકાદાનું સ્વાગત કરીએ છીએ. સુપ્રીમ કોર્ટે ખુબ સમજીને ચુકાદો આપ્યો છે. નિર્ભયાની માતાએ કહ્યું હતું કે, અમે કોર્ટના ચુકાદાનું સ્વાગત કરીએ છીએ. ન્યાયના પગલા હજુ આગળ વધી રહ્યા છે. ચુકાદાનો ઇંતજાર માત્ર અમે જ નહીં બલ્કે સમગ્ર દેશના લોકો કરી રહ્યા છે. નિર્ભયાના દોષિતોને વહેલીતકે ફાંસી આપવા માટે દિલ્હી કોર્ટમાં દાખલ અરજી પર આજે સુનાવણી થઇ હતી. પટિયાલા હાઉસ કોર્ટમાં આગામી ૭મી જાન્યુઆરી દિવસે કરવામાં આવનાર છે. અપરાધીઓને વહેલીતકે ફાંસી આપવાની માંગ અરજીદારો દ્વારા કરવામાં આવી છે.

બીજી બાજુ દોષિતોના વકીલ એપીસિંહે કહ્યું હતું કે, ૭મી જાન્યુઆરી સુધીનો સમય રહેલો છે. અમે વધુ અપીલ કરીશું. અક્ષય ઠાકુરના વકીલે રિવ્યુ પિટિશન ફગાવી દીધા બાદ ક્યુરેશન પિટિશન દાખલ કરવાની વાત કરી છે. આ કેસને રાજકીય લાભ માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટ્રાયલમાં મહત્વપૂર્ણ પુરાવા તરફ ધ્યાન આપવામાં આવ્યું હતું. ડેથ વોરંટના સંદર્ભમાં ચુકાદો હાલમાં ટળી ગયો છે. ચાર દોષિતો મુકેશસિંહ, વિનય શર્મા, પવન ગુપ્તા અને અક્ષય ઠાકુરને વહેલીતકે ફાંસી આપવાની માંગ કરીને કોર્ટ પાસેથી ડેથ વોરંટ જારી કરવાની માંગ કરવામાં આવી હતી. કોર્ટે તિહાર જેલ વહીવટીતંત્રને આદેશ કર્યો છે કે, એક સપ્તાહની અંદર દોષિતોને નોટિસ જારી કરીને દયાની અરજી દાખલ કરવા તેઓ ઇચ્છે છે કે કેમ. કોર્ટે નિર્ભયાની માતાને કહ્યું હતું કે, આપની સાથે અમને સહાનુભૂતિ છે. અમને માલુમ છે કે, કોઇનું મોત થયું છે પરંતુ અહીં કોઇ અન્યના અધિકારની પણ વાત છે. અમે આપને સાંભળવા માટે આવ્યા છે પરંતુ અમે પણ કાનૂન સાથે બંધાયેલા છે.

સરકારી વકીલે પોતાની દલીલમાં કહ્યું હતું કે, દયા અરજી પેન્ડિંગ રહેવા અથવા તો દોષી દયાની અરજી દાખલ કરવા ઇચ્છે છે તે તથ્ય કોર્ટને ડેથ વોરંટ જારી કરવાથી રોકી શકે નહીં. દોષિતોના વકીલોએ કહ્યું હતું કે, તમામ કાયદાકીય વિકલ્પ ચકાસ્યા વગર ડેથ વોરંટ જારી કરી શકાય નહીં. બીજી બાજુ જેલ ઓફિસરે કહ્યું હતું કે, અક્ષય અને મુકેશે કહ્યું છે કે, તેઓ દયાની અરજી દાખલ કરશે નહીં. જસ્ટિસ આર ભાનુમતિ અને એએસ બોપન્નાની બનેલી બેંચે કહ્યું હતું કે, રિવ્યુ પિટિશન ફરી સુનાવણી માટે યોગ્ય નથી. ટોપ કોર્ટે પહેલાથી જ આના પર વિચારણા કરી લીધી છે અને મૃત્યુદંડની સજાને યોગ્ય ઠેરવી છે. સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન ફગાવી દીધા બાદ હજુ પણ આને લઇને કેટલીક અડચણો રહેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.