નિર્માતા કરણ જાેહર પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ શરૂ નહીં કરે

મુંબઈ: બોલીવૂડના નિર્માતા-દિગ્દર્શક કરણ જાેહરે ૨૦૧૮ માં પોતાના ડ્રીમ પ્રોજેક્ટની ઘોષણા કરી હતી. આ ફિલ્મનું નામ છે તખ્ત. આ પ્રોજેક્ટમાં રણવીર સિંહ, અનિલ કપૂર, વિકી કૌશલ, આલિયા ભટ્ટ, જાહ્નવી કપૂર, કરીના કપૂર ખાન અને ભૂમિ પેડનેકર જેવા બોલીવૂડ સ્ટાર જાેવા મળશે. હવે જે રિપોર્ટ્સ બહાર આવી રહ્યા છે તેના અનુસાર, આ ફિલ્મ લાંબા સમયથી શાંત પડી છે.
બોલીવૂડ હંગામામાં છપાયેલા એક અહેવાલ મુજબ દાવો કરવામાં આવી રહ્યો છે કે કરણ જાેહર આ સમયે તખ્ત શરૂ કરવા જઈ રહ્યો નથી. આ બનવા પાછળ બે મહત્વના કારણો જણાવાયા છે. પ્રથમ કારણ ફિલ્મનું મોટું બજેટ છે, બીજુ કારણ રાજકીય સંજાેગો છે. ફિલ્મનું બજેટ ૨૫૦-૩૦૦ કરોડ કહેવામાં આવી રહ્યું છે. આ બધા સંજાેગો જાેતાં, હજી સુધી ફિલ્મ નહીં બનાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
અહેવાલોમાં એવું પણ સામે આવ્યું છે કે કોરોના અને લોકડાઉનને કારણે કરણ જાેહરને મોટું નુકસાન થયું છે. કરણ જાેહરના બેનર હેઠળ જેવી મોંઘી ફિલ્મોમાં બની રહી છે. આ બધી તેમના પોસ્ટ પ્રોડક્શન તબક્કામાં છે. આ બંને ફિલ્મો ઉપરાંત શેર શાહ, દોસ્તાના ૨, જુગ જગ જિયો અને શકુન બત્રાની શીર્ષક વિનાની ફિલ્મો પણ કરણના પ્રોડક્શન હાઉસ હેઠળ નિર્માણ પામી રહી છે. આવી સ્થિતિમાં કરણ જાેહર તખ્ત પર કામ કરવાનું વિચારતા પણ નથી.
રાજકીય પરિસ્થિતિ વિશે વાત કરતા એક સૂત્રએ કહ્યું કે તખ્ત મુગલ ઇતિહાસ પર આધારિત છે. વર્તમાન રાજકીય વાતાવરણ ફિલ્મની વિરુદ્ધ છે. આવા સંજાેગોમાં આ ફિલ્મ બની શકે નહીં અને આ જ કારણ છે કે કરણ અત્યારે કોઈ જાેખમ લેવાના મૂડમાં નથી.