નિર્માતા નિખિલ દ્વિવેદી દ્વારા મમતા કુલકર્ણીના જીવન પર બનશે ફિલ્મ
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીના વિવાદાસ્પદ જીવન પર આધારિત એક ફિલ્મ બનવા જઈ રહી છે. ભૂતપૂર્વ અભિનેત્રીના જીવન પર આધારિત બિલાલ સિદ્દીકીનું પુસ્તક, ‘ધ સ્ટારડસ્ટ અફેર’ના અધિકારો નિર્માતા નિખિલ દ્વિવેદી દ્વારા લેવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે, નિખિલે બિલાલ સિદ્દીકીની પુસ્તક ‘ધ સ્ટારડસ્ટ અફેર’ ના અધિકાર જે તેને છે. તે પુસ્તક મમતા કુલકર્ણીના જીવન પર આધારિત છે. એક બોલિવૂડ સ્ટારથી લઈને અંડર વર્લ્ડ લિંક દ્વારા ગોડમધર બનવા સુધી મમતા કુલકર્ણી હંમેશા હેડલાઈન્સમાં રહી છે. નિખિલ આ ફિલ્મ બનાવવા માટેની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી જાહેરાત કરશે.
૯૦ના દાયકામાં તેના જુસ્સો અને જુદી જુદી શૈલી માટે જાણીતી મમતાએ ‘કરણ અર્જુન’, ‘બાજી’ અને ‘ચાઇના ગેટ’ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, બોલિવુડમાંથી ગાયબ થયા બાદ તે કેન્યાના નેરોબીમાં રહે છે.
અને આધ્યાત્મિક જીવન જીવી રહી છે એક ડ્રગ રેકેટ મામલામાં થોડા વર્ષો પહેલા તેમનું નામ ફરી સામે આવ્યું હતું. સૂત્રોના જણાવ્યાનુસાર કુલકર્ણીના વિવાદાસ્પદ જીવન પર આધારિત એક ફિલ્મ બનવા જઈ રહી છે. તેની સ્ક્રિપ્ટ પર જલ્દીથી કામ શરૂ થશે.