નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળતા જ બુટલેગરો ફફડી ઉઠ્યા
અમદાવાદ, ક્રાઇમ બ્રાંચના એક અધિકારી દ્વારા જાણવા મળ્યું હતું કે કેટલાક લિસ્ટેડ બુટલેગર્સ હાલ ગોવામાં છે ત્યારે એક માહિતી મળી કે અસલાલી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ૧૯ લાખની કિંમતનો ૪૦૦ પેટી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, જે માલ ગોવાથી આવ્યો હતો.
અમદાવાદના બુટલેગર્સ ગોવામાં છે અને રાજસ્થાનના ઠેકેદારના ઇશારે ગોવાથી અમદાવાદમાં માલ આવવો તે કોઇ યોગાનુયોગ નહીં, પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલની ધાકથી બચવા માટે બુટલેગર્સ એન્ડ કંપનીએ ઘડેલું પૂર્વયો?જિત કાવતરું છે, જેનો પર્દાફાશ થયો છે. દારૂના ધંધામાં દબદબો જળવાઇ રહે અને તેઓ કિંગ બનીને રહે તે માટે બુટલેગર્સે ગોવા ભણી દોટ મૂકી છે.
અમદાવાદના બુટલેગર્સ રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડર વટાવીને દારૂનો જથ્થો અમદાવાદમાં લાવતા હતા. પોલીસ વિભાગમાં કોન્સ્ટેબલથી લઇને ઉચ્ચ અધિકારીઓનાં ભરણ હોવાના કારણે બેરોકટોક દારૂનો કાળો કારોબાર ચાલતો હતો, જાેકે કેટલીક વખત પોલીસની ઇમેજ ખરડાય નહીં તે માટે ક્રાઇમ બ્રાંચ, પીસીબી અને સ્ટેટ મોનિટરિંંગ સેલ તેમજ લોકલ પોલીસ દારૂના નાના-મોટા કેસો પણ કરતાં હતાં, પરંતુ થોડા સમય પહેલાં સ્ટેટ મોનિટરિંગ સેલમાં એસપી તરીકે નિલિર્પ્ત રાયની બદલી થતાંની સાથે જ રાજસ્થાનથી આવતા દારૂના જથ્થા પર બ્રેક વાગી ગઇ છે.
નિર્લિપ્ત રાય કડક અને પ્રામાણિક અધિકારી તરીકેની છાપ ધરાવે છે, જેના કારણે કેટલાક બુટલેગર્સ ભૂગર્ભમાં ઊતરી ગયા છે, જ્યારે કેટલાક બુટલેગર્સ દારૂનો ધંધો ચાલુ રાખવા માટે નવી મોડસ ઓપરેન્ડી બનાવી રહ્યા છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર નિર્લિપ્ત રાયની બદલી થયા બાદ બુટલેગર્સ એન્ડ કંપનીએ ગુપ્ત મિટંગનું આયોજન કર્યું હતું અને રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશની જગ્યાએ ગોવાથી દારૂ લાવવાનું નક્કી કર્યું હતું. રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશની બોર્ડર પર પોલીસ તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમની વોચ હોવાના કારણે બુટલેગર્સે ગોવાથી દારૂ લાવવાનું શરૂ કર્યું હતું.
સ્ટેટ મોનિટરિંગ સેલના ડીવાયએસપી કે.ટી. કામરિયાએ જણાવ્યું છે કે બુટલેગર્સે હવે રાજસ્થાન અને મધ્યપ્રદેશની જગ્યાએ ગોવાથી દારૂ લાવવાનું શરૂ કરી દીધું છે. સુરત અને ગોધરામાં સ્ટેટ મોનિટરિંગ સેલે બે કેસ કર્યા, જેમાં દારૂ ગોવાથી લાવ્યા હોવાનું સામે આવ્યું હતું ત્યારે બે દિવસ પહેલાં અસલાલીમાંથી જે ૪૦૦ પેટી દારૂ ઝડપી પાડ્યો છે તે પણ ગોવાથી આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે અસલાલી ખાતે આવેલા પુષ્પમ્ એસ્ટેટમાં દારૂનો જંગી જથ્થો એક આઇશર ટ્રકમાં પડ્યો છે. મળેલી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી, જ્યાં એક આઇસર ટ્રકમાં ૪૦૦ પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સ્ટેટ મોનીટરિંગ સેલે ડ્રાઇવર પ્રકાશ દેવાસીની ધરપકડ કરી, જેમાં તેણે કબૂલાત કરી હતી કે ગોવાથી દારૂ અમદાવાદ આવ્યો છે.
ગોવામાં દારૂની જે કિંમત છે તેના કરતાં રાજસ્થાનમાં બમણી કિંમત છે. બુટલેગર્સ જે દારૂ રાજસ્થાનથી અમદાવાદ લાવતા હતા તેના કરતાં ઓછી કિંમતે ગોવાથી દારૂ આવી રહ્યો છે. ગોવામાં દારૂ સસ્તો હોવાથી બુટલેગર્સે તેમને પ્રોફિટ વધુ મળે અને પોલીસની પકડથી પણ બચી જવાય તેવું વિચારીને ધંધાની ટ્રિક બદલી નાખી છે.SSS