Western Times News

Gujarati News

નિવૃત્તિની વય અને પેન્શનની રકમમાં થઈ શકે છે વધારો

નવી દિલ્હી, કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓને જલ્દી જ કોઈ ગુડ ન્યૂઝ આપી શકે છે. કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર અને પેન્શનની રકમ વધારવા અંગે ચર્ચા વિચારણા કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર સમિતિ તરફથી આ રજૂઆત કરવામાં આવી છે.

ભારતમાં કામ કરતા લોકોની વયમર્યાદામાં વૃદ્ધિ કરવા અંગે રજૂઆત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર સમિતિએ જણાવ્યું છે કે, દેશમાં નિવૃત્તિની ઉંમરમાં વૃદ્ધિ કરવાની સાથે સાથે યુનિવર્સલ પેન્શન સિસ્ટમ પણ શરૂ કરવી જાેઈએ.

સમિતિના રિપોર્ટ અનુસાર આ સિસ્ટમ હેઠળ કર્મચારીઓને દર મહિને ઓછામાં ઓછું રૂ.૨,૦૦૦ પેન્શન આપવું જાેઈએ. આર્થિક સલાહકાર સમિતિએ ભારતમાં સિનિયર સિટીઝનની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટેની રજૂઆત કરી છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કામ કરવાની ઉંમર વધારવી હોય તો સેવાનિવૃત્તિની ઉંમરમાં પણ વૃદ્ધિ કરવાની જરૂરિયાત છે. સામાજિક સુરક્ષા પ્રણાલી પરના પ્રેશરને ઓછું કરવા માટે આ સિસ્ટમની શરૂઆત કરી શકાય છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ૫૦ વર્ષથી વધુ વયની વ્યક્તિઓ માટે પણ સ્કિલ ડેવલપમેન્ટ જરૂરી છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે એવી નીતિઓ બનાવવી જાેઈએ જેનાથી કૌશલ્ય વિકાસ પણ થઈ શકે. જેનાથી અસંગઠિત ક્ષેત્ર, અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો, રેફ્યુજી, પ્રવાસીઓને પણ શામેલ કરવા જાેઈએ. જે લોકો પાસે ટ્રેનિંગ મેળવવા માટે સાધન ના હોય તેમનો પણ ટ્રેન્ડ હોવો જરૂરી છે.

વર્લ્‌ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્‌સ ૨૦૧૯ના રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૫૦ સુધીમાં ભારતમાં ૩૨ કરોડ લોકો સિનિયર સિટીઝન હશે. એટલે કે, દેશની વસ્તીમાંથી ૧૯.૫ ટકા લોકો સેવાનિવૃત્તની કેટેગરીમાં શામેલ થઈ જશે. વર્ષ ૨૦૧૯માં ભારતની વસ્તીમાંથી ૧૦ ટકા લોકો એટલે કે, ૧૪ ટકા લોકો સિનિયર સિટીઝનની કેટેગરીમાં છે. કર્મચારીઓને સેવાનિવૃત્તિની વય અંગે અનેક મામલાઓ કોર્ટમાં પહોંચી રહ્યા છે.

એક તરફ સેવાનિવૃત્ત થતા પહેલા કર્મચારીઓ સતત સેવાનિવૃત્તિ વર્ષ વધારવા માટે કવાયત તેજ કરી રહ્યા છે. આવો જ એક મામલો બેંગ્લોર હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. તો બેંગ્લોર હાઈકોર્ટ આ અંગે ર્નિણય આપ્યો છે કે, સેવાનિવૃત્તિની વયમાં વૃદ્ધિ કરવાનો સંપૂર્ણ ર્નિણય રાજ્ય સરકારનો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.