નિવૃત્તી પછી 10 વર્ષ બાદ આવક શરૂ કરવા માટે રિટાયર્મેન્ટ પ્લાન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/11/icici-prudential.jpg)
· ‘ICICI પ્રુ ગેરન્ટેડ પેન્શન પ્લાન’ નવીન નિવૃત્તિ યોજના છે, જે ગેરન્ટેડ આજીવન આવક પૂરી પાડે છે, જેથી પોલિસીધારક નાણાકીય રીતે સ્વતંત્ર નિવૃત્ત જીવન જીવી શકે છે-ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સએ ગેરન્ટેડ પેન્શન પ્લાન રજૂ કર્યો
· તાત્કાલિક કે 10 વર્ષ પછી નિયમિત આવક મેળવવાની શરૂઆત કરવાની સુવિધા -મોંઘવારીનો સામનો કરવો એન્યૂઇટી વધારવાનો વિકલ્પ
મુંબઈ, ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સએ ‘ICICI પ્રુ ગેરન્ટેડ પેન્શન પ્લાન’ પ્રસ્તુત કર્યો છે, જે નવીન રિટાયર્મેન્ટ પ્લાન છે. આ પ્લાન ગેરન્ટેડ આજીવન આવક ઓફર કરે છે, જેથી વ્યક્તિ સ્વતંત્રપણે નિવૃત્ત જીવન જીવી શકે છે. આ નોન-લિન્ક્ડ નોન-પાર્ટિસિપેટિંગ વ્યક્તિગત એન્યૂઇટી પ્લાન ગ્રાહકોને ઇમીડિએટ (તાત્કાલિક) અને ડિફર્ડ (વિલંબિત) એન્યૂઇટી વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ પ્રદાન કરે છે.
ઇમીડિએટ એન્યૂઇટી વિકલ્પ ગ્રાહકોને વન-ટાઇમ પ્રીમિયમની ચુકવણી કર્યા પછી તરત નિયમિત આવક મેળવવાની શરૂઆત કરવા સક્ષમ બનાવે છે. બીજી તરફ ડિફર્ડ એન્યૂઇટી વિકલ્પ ગ્રાહકોને કોઈ પણ સમયે આવક મેળવવાની શરૂઆત કરવાનો વિકલ્પ પ્રદાન કરે છે, ઉદાહરણ તરીકે નિવૃત્તિની નજીકના સમયથી. ગ્રાહકો 10 વર્ષના ગાળા પછી આવક શરૂ કરવાનો વિકલ્પ પણ ધરાવે છે. પ્રીમિયમની ચુકવણી પછી આવક મેળવવાની શરૂઆત કરવાનો સમયગાળો જેટલો વધારે હશે, એટલી વધારે આવક થશે.
આ પ્રોડક્ટ ગ્રાહકોને નાણાકીય રીતે સ્વતંત્ર નિવૃત્ત જીવન જીવવાની યોજના બનાવવા સક્ષમ બનાવે છે અને એના તરફ દોરી જાય છે. મોંઘવારીમાં વધારાના પડકારને ઝીલવા ગ્રાહકો તેમનું પ્રદાન વધારવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે, જેથી તેમની આવકમાં વધારો થશે.
ગ્રાહકોને ઉપલબ્ધ અન્ય વિકલ્પોમાં તેમને સિંગલ અથવા જોઇન્ટ લાઇફ વિકલ્પોની પસંદગી કરવાની સુવિધા સામેલ છે. સિંગલ લાઇફ વિકલ્પમાં પોલિસીધારકને આજીવન નિયમિત આવક થાય છે. જોઇન્ટ લાઇફ વિકલ્પમાં મુખ્ય પોલિસીધારકના અવસાન થવાના સંજોગોમાં સંયુક્ત પોલિસીધારકને આવક જળવાઈ રહે છે. આ પ્લાન ચોક્કસ ગંભીર બિમારીઓના નિદાન અને કાયમી વિકલાંગતાના કિસ્સામાં પ્રીમિયમની રકમ પણ પરત આપશે. એનાથી પોલિસીધારક બિમારીની સારવાર કરાવવા ફંડનો ઉપયોગ કરી શકે છે એ સુનિશ્ચિત થશે.
આ પ્લાન વિશે ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સના ચીફ ડિસ્ટ્રિબ્યુશન ઓફિસર શ્રી અમિત પલ્ટાએ કહ્યું હતું કે, “અમને ગ્રાહકોને ગેરેન્ટેડ આજીવન આવકનું સોલ્યુશન પ્રસ્તુત કરવાની ખુશી છે, જે વર્તમાન અનિશ્ચિતતાના સમયમાં ચોક્કસતા પ્રદાન કરી શકે છે.
સરેરાશ આયુષ્યમાં વધારો થવાની સાથે કોઈ પણ સામાજિક સુરક્ષાના અભાવે, મોંઘવારી અને હેલ્થકેર ખર્ચમાં વધારો થવાથી ગ્રાહકો માટે સુરક્ષિત નિવૃત્ત જીવન માટે પ્લાન હોવો જરૂરી છે. ‘ICICI પ્રુ ગેરન્ટેડ પેન્શન પ્લાન’ વિવિધ વિકલ્પો ધરાવતી નિવૃત્તિ યોજના છે, જે ગ્રાહકોને નિવૃત્ત થવાની સાથે કે નિવૃત્તિ થવાની થોડી વાર હોય એવા લોકો માટે પછીના સમયગાળામાં નિયમિત આવક મેળવવા સક્ષમ બનાવે છે”