નિવૃત્તી બાદ ધોની મુંબઈમાં નવી ઈનિંગ્સ શરૂ કરે તેવી વકી
મુંબઈ, મહેન્દ્રસિંહ ધોની ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ તો લઈ ચૂક્યો છે તો આ વખતે આઈપીએલ ૨૦૨૦માં પણ તેની ટીમ સીએસકે સારું પ્રદર્શન ન કરી શકી. અને આઈપીએલમાંથી ફેંકાઈ ગઈ હતી. તેવામાં હવે સવાલ ઉભો થયો છે કે હવે ધોની કરશે શું? આ સવાલો વચ્ચે જ ધોનીની પત્ની સાક્ષીએ મુંબઈમાં બની રહેલાં આલિશાન ઘરનાં ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. જે બાદ ચર્ચા શરૂ થઈ છે કે, શું ધોની હવે પોતાની નવી ઈનિંગ મુંબઈમાં શરૂ કરશે, શું તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ હાથ અજમાવશે?
સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેનાર ધોનીની પત્ની સાક્ષીએ મુંબઈમાં પોતાના નવા ઘરની તૈયારીઓની એક ઝલક દેખાડી છે. સાક્ષી ધોનીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી પર બે વીડિયો શેર કર્યા છે. તેમાં સાક્ષી પોતાના ફોલોઅર્સને સપનાંનું ઘર દેખાડી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કારીગર ઘર બનાવવામાં વ્યસ્ત છે. વીડિયોમાં કેપ્શન પણ લખવામાં આવ્યું છે- મારું નવું ઘર. સાક્ષીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં જણાવ્યું છે કે આ તેનું અને તેના પતિ ધોનીના સપનાનું ઘર છે. જે મુંબઈમાં તૈયાર થઈ રહ્યું છે.
આર્કિટેક્ટ ડિઝાઈનર શાંતનુ ગર્ગ ધોની અને સાક્ષીના આ નવા ઘરની ડિઝાઈન કરી રહ્યા છે. સાક્ષી અને ધોનીના લગ્નને ૧૦ વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. બંને વર્ષ ૨૦૧૦માં લગ્ન કર્યા હતા. જ્યારે વર્ષ ૨૦૧૫માં તેઓનાં ઘરે ઝીવાનો જન્મ થયો હતો.
હાલ ધોની પોતાના પરિવાર સાથે સિમલિયા સ્થિત ફાર્મ હાઉસમાં રહી રહ્યો છે. પણ જે રીતે સાક્ષીએ સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો છે તેના પરથી ધોનીના ફેન્સમાં ઉત્સુકતા જાગી છે. અને ક્રિકેટ છોડ્યા બાદ હવે ધોની સપનોના શહેર મુંબઈમાં પોતાની નવી ઈનિંગ શરૂ કરશે કે તેમ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.SSS