Western Times News

Gujarati News

નિવૃત્ત્‌ શિક્ષક પાસેથી રૂ.રપ લાખ પડાવી બિલ્ડર પિતા-પુત્રીએ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: રીટાયર શિક્ષક સાથે પાડોશી બિલ્ડરે મિત્રતા કર્યા બાદ તેમની પાસેથી રૂ.રપ લાખ રૂપિયા ઉધારે લીધા હતા. અને તેની સામે ત્રણ મકાન આપવાની વાત કરી હતી. જા કે સમય થવા છતાં બિલ્ડર તથા તેની પુત્રીએ શિક્ષકને રૂપિયા પણ પરત કર્યા નહોતા અને મકાન પણ આપ્યા નહોતા. જેથી શિક્ષકે પોતાના રૂપિયાની ઉઘરાણી શરૂ કરતા બિલ્ડર તથા તેની પુત્રીએ શિક્ષકે રૂપિયા માંગ્યા તો જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. સમગ્ર ઘટનાની વિગત એી છે કે સુરેશભાઈ પટેલ શિવમ ટેનામેન્ટ, કે.કે.નગર રોડ, ઘાટલોડીયા ખાતે પોતાના પરિવાર સાથે રહે છે.

તેમની બાજુમાં જ હેતલબેન મફતલાલ પટેલ નામની મહિલા રહે છે. જેના ઘરે તેના બિલ્ડર પિતા મફતલાલ પટેલ અવારનવાર આવતા હતા. જેના પગલે મફતલાલ તથા સુરેશભાઈ વચ્ચે ઓળખાણ થઈ હતી. દરમ્યાનમાં સુરેશભાઈ શિક્ષક તરીકે રિટાયર થતા તેમને નિવૃત્તિની રકમ મળી હતી. જેથી મફતલાલે પોતાને ધંધામાં રપ લાખની જરૂરીયાત છે જેની સામે સેટેલાઈટ સુભદર્શન ટાવરમાં ત્રણ મકાન આપવાની અથવા રપ લાખ પાંચ વર્ષમાં પરત કરવાની વાત કરી હતી. જેથી મિત્રતાના સંબંધે સુરેશભાઈએ તેમને રપ લાખ રૂપિયા આપ્યા હતા.

જા કે રૂપિયા લઈ લીધા બાદ મફતલાલ કે તેમના પુત્રી હેતલ તેમને રૂપિયા પરત કરતા નહોતા. જેથી સુરેશભાઈએ અવારનવાર તેમની પાસે રૂપિયાની માંગણી કરતાં મફતલાલે તેમને ચેક આપ્યો હતો જે પણ બાઉન્સ થયો હતો.
દરમ્યાનમાં થોડા દિવસ અગાઉ મફતલાલ પોતાની પુત્રી હેતલને મળવા તેના ઘરે આવતા સુરેશભાઈ ત્યાં ગયા હતા. અને રૂપિયાની ઉઘરાણી કરતા બિલ્ડર પિતા-પુત્રી ઉશ્કેરાઈને તેમની સાથે ઝઘડો કરવા લાગ્યા હતા.

ઉપરાંત હાલ અમારી પાસે પૈસા નથી, તમે ઉઘરાણી કરશો તો જાનથી મારી નાંખીશુ. એવી ધમકીઓ આપતા વૃધ્ધ સુરેશભાઈ ગભરાઈ ગયા હતા. આ ઘટના બાદ તે ઘાટલોડીયા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. અને છેતરપીડીની ફરીયાદ નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.