નિવૃત્ત થતા આર્મી જવાનનું માદરે વતન મોટી ઇસરોલ ગામે વાજતેગાજતે ભવ્ય સ્વાગત
મોડાસા: આર્મી જવાન તરીકે દેશની સરહદોના રખોપા કરતા 17 વર્ષની યશસ્વી સેવા આપી નિવૃત થયેલા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મોટી ઇસરોલના દિલીપકુમાર રમેશભાઈ. પટેલ નિવૃત્તિ પછી આજરોજ પોતાના માદરે વતન મોટી ઇસરોલ ગામે આવી પહોંચતા તેમનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
મોડાસાથી વાજતેગાજતે નીકળીને મોટી ઇસરોલ ગામે તેમની શોભાયાત્રા કાઢીને તે પછી જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલના પ્રમુખપદે યોજાયેલ સ્વાગત સમારોહમાં નિવૃત્ત આર્મી જવાન દિલીપકુમાર રમેશભાઈ પટેલ ઉપરાંત ગામમાં અન્ય બે નિવૃત્ત થયેલા જવાનો પ્રવિણભાઇ પટેલ અને નરસિંહભાઈ પટેલનું ગ્રામજનોઅને આગેવાનોએ ફૂલહાર કરીને અને શાલ ઓઢાડીને બહુમાન કર્યું હતું.ગામના સૌ આગેવાનો-પરિવારજનોએ પણ તેમનું ફુલહારથી સ્વાગત કર્યું હતું.તેમની દેશ સેવાઓને બિરદાવી હતી. અને શુભકામનાઓ પાઠવી હતી.આ પ્રસંગમાં સમગ્ર ગામ હિલોળે ચડ્યું હતું.ગામમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો.