Western Times News

Gujarati News

નિવેથા પેથુરાજે મગાવેલા ફૂડ પાર્સલમાં વંદો નિકળ્યો

મુંબઈ: તમિલ એક્ટ્રેસ નિવેથા પેથુરાજ હાલમાં એક ખાસ કરાણે ચર્ચામાં છે. હાલમાં એક્ટ્રેસે ફૂડ એપ સ્વિગીથી ઓર્ડર કરી ભોજન મંગાવ્યું હતું. જેમ તેણે આ ભોજન ખાવા માટે ખોલ્યું તો તેનાં હોશ ઉડી ગયા હતાં. એક્ટ્રેસે તેમાં વંદો જાેયો હતો. જે બાદ એક્ટ્રેસે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો અને ફૂડ ડિલીવરી એપ સહિત રેસ્ટોરન્ટ પર રોષ ઠાલવ્યો હતો. નિવેધાએ એક બાદ એક ઘણી પોસ્ટ શેર કરી હતી. નિવેથાએ લખ્યું હતું કે, મને આ વાતનો જરાં પણ આઇડિયા નથી કે સ્વિગી ઇન્ડિયામાં હાજર રેસ્ટોરંટનાં શું સ્ટાન્ડર્ડ બનાવ્યાં છે મે ઓર્ડર કરેલાં ભોજનમાંથી બે વખત વંદો નીકળ્યો છે.

આ હોટલ પર કડક કાર્યવાહી થવી જાેઇએ. સાથે જ તેમની ઉપર ફાઇન પણ લગાવવો જાેઇએ. મૂનલાઇટ રેસ્ટોરન્ટને આ એપ પરથી હટાવવામાં આવે. એક્ટ્રેસે કહ્યું હતું કે, ઘણાં લોકો તેની આ પોસ્ટ પર રિએક્ટ કરી રહ્યાં છે. અને તેને મેસેજ કરી રહ્યા છે. આ લોકોનું કહેવું છે કે, રેસ્ટોરન્ટથી તેમનાં ભોજનમાં પણ ઘણી વખત વંદો નીકળ્યો છે. નિવેથાએ એક પોસ્ટ શેર કરી લખ્યું હતું કે, ‘મેસેજથી મને માલૂમ થયું છે કે, ફક્ત હું નથી જેનાં ભોજનમાંથી વંદો નીકળ્યો છે. પણ ઘણાં લોકો છે

જેમનાં ભોજનમાંથી વંદો નીકળ્યો છે. આ રેસ્ટોરન્ટ આટલી લાપરવાહી કેવી રીતે વર્તી શકે. સ્વિગી ઇન્ડિયાથી ગુજારિશ કરુ છુ કે, આપ આપની એપ્લિકેશન પરથી આ રેસ્ટોરન્ટને બહાર કરી દો. આપને જણાવી દઇએ કે, સ્વિગી ઇન્ડિયાએ આ એક્ટ્રેસને દિલાસો આપ્યો છે કે, તે આ રેસ્ટોરન્ટ અંગે જરૂરથી કોઇ પગલું ઉઠાવશે. સ્વિગીએ લખ્યું છે કે, ‘નિવેથા, અમે આપનાં આભારી છીએ કે, આપે અમારામાં વિશ્વાસ મુક્યો, આપનાં સબરનો અમને ધ્યાન છે. અમારી ટીમનાં સભ્યો રેસ્ટોરન્ટ વિરુદ્ધ પગલાં લેશે. નિશ્ચિત રહો, આ મુદ્દો જરૂર રેસ્ટોરન્ટ સુધી પહોંચાડવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.