નિશાંત સાથે વાત કરતાં સલમાન ખાને રાજ કુન્દ્રાનું નામ લીધું

મુંબઈ, બિગ બોસના ફેન્સે ઓક્ટોબર ૯ના રોજ બિગ બોસ ૧૫માં ફર્સ્ટ વીકેન્ડ કા વાર એપિસોડ નીહાળ્યો હતો. પણ આ એપિસોડમાં એક એવો કિસ્સો સામે આવ્યો કે, જેણે તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. સલમાન ખાને જ્યારે એપિસોડ દરમિયાન રાજ કુન્દ્રાનું નામ લીધું તો બિગ બોસ ૧૫નાં કન્ટેસ્ટન્ટ ચોંકી ઉઠ્યા હતા.
ખાસ કરીને ઘરમાં ઉપસ્થિત શમિતા શેટ્ટી. એપિસોડમાં હોસ્ટ સલમાન ખાન નિશાંત ભટ્ટને પ્રતિક સહજપાલના ખોટા ર્નિણય પર તેનો સાથ આપવા અને તેને ન અટકાવવા મામલે શીખ આપી રહ્યો હતો. તે નિશાંતને જણાવી રહ્યો હતો કે, તેણે ક્યાં ભૂલ કરી.
બાદમાં તેણે નિશાંતને પુછ્યું કે, તું સમજી રહ્યો છે ને, હું શું સમજાવી રહ્યો છું. જેના જવાબમાં નિશાંતે હામી ભરી હતી. આ સાથે જ સલમાન ખાને પોતાના સહિત ઘરમાં ઉપસ્થિત કરન કુન્દ્રા સહિતના કન્ટેસ્ટન્ટના નામ લીધા હતા. કરનના નામ સાથે જ સલમાને શિલ્પા શેટ્ટીના હસબન્ડ રાજ કુન્દ્રાનું નામ લીધું હતું.
અને કહ્યું હતું કે, ‘રાજ કુન્દ્રા પણ સમજી ગયો.’ સલમાનની આ ટિપ્પણીથી રાજ કુન્દ્રાની સાળી શમિતા શેટ્ટી ચોંકી ઉઠી હતી. અને થોડી જ વારમાં તેના એક્સપ્રેસન શોકિંગમાંથી સરપ્રાઈઝમાં ફેરવાઈ ગયા હતા. પણ સલમાન ખાન મજાક કરતો હોવાનું જણાતાં જ તેના ચહેરા પર મંદ હાસ્ય આવી ગયું હતું.
શમિતા શેટ્ટી અગાઉ બિગ બોસ ઓટીટીમાં જાેવા મળી હતી, કે જ્યારે રાજ કુન્દ્રાની પોલીસે પોર્નોગ્રાફી કેસમાં ધરપકડ કરી હતી અને પરિવાર ભારે સંકટના સમયનો સામનો કરી રહ્યું હતું. શોમાં ગ્રાન્ડ એન્ટ્રી સમયે શમિતાએ કહ્યું હતું કે, મેં અગાઉથી જ શો માટે કમિટમેન્ટ આપી દીધું હતું અને છેલ્લી ઘડીએ ર્નિણય બદલવાની ઈચ્છા ન હતી.SSS