નિશા રાવલે કાવિશની બર્થ ડે પાર્ટીની ઝલક બતાવી
મુંબઈ: જૂન મહિનાની શરૂઆતમાં પતિ કરણ મહેરા પર મારઝૂડનો આરોપ લગાવનારી એક્ટ્રેસ નિશા રાવલે હાલમાં જ (૧૪ જૂન) દીકરા કાવિશનો ચોથો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. નિશાએ દીકરાનો બર્થ ડે પોતાના મિત્રો સાથે સેલિબ્રેટ કર્યો હતો. જેની તસવીરો અને વિડીયો નિશાના મિત્રો ડિઝાઈનર રોહિત વર્મા અને ટેરોકાર્ડ રિડર મુનિશા ખટવાનીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી હતી. કાવિશના બર્થ ડેના ચાર દિવસ બાદ નિશાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે.
હવે આ તસવીરો માટે નિશાને લોકો ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. નિશા રાવલે શેર કરેલી બર્થ ડેની તસવીરો તેનો પતિ અને કાવિશનો પિતા એક્ટર કરણ મહેરા ક્યાંય જાેવા નથી મળી રહ્યો. સ્પેસ થીમ બર્થ ડે પાર્ટીની તસવીરો શેર કરવાની સાથે નિશાએ દીકરા માટે એક સુંદર નોટ પણ લખી છે. નિશાએ લખ્યું, “હેપી બર્થ ડે મારા સ્વીટહાર્ટ. મારા વહાલા કાવિશ ચાર વર્ષમાં તે મને અઢળક પ્રેમ અને ખુશીઓ આપી છે. તને ઈશ્વરના સૌથી સારા આશીર્વાદ મળશે અને મારા છેલ્લા શ્વાસ સુધી તારી આ માસૂમિયતને સાચવીને રાખીશ.
મને આ આનંદ આપવા માટે અને મને તારી મા તરીકે પસંદ કરવા માટે આભાર. નિશા રાવલની આ પોસ્ટ પર દીકરા કાવિશને ફેન્સ અને સેલેબ્સ ખૂબ પ્રેમ આપી રહ્યા છે. કેટલાક ફેન્સ નિશાને બહાદુર મહિલા કહી રહ્યા છે અને કાવિશને આશીર્વાદ આપી રહ્યા છે. તો બીજી તરફ કેટલાક યૂઝર્સ એવા છે જેમણે નિશા પર કાવિશને પિતા કરણથી દૂર કરવાનો આરોપ લગાવ્યો છે. કેટલાક યૂઝરે નિશાએ આ બર્થ ડે પાર્ટી પર થયેલા ખર્ચ સામે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે.
એક યૂઝરે લખ્યું, દીકરાને પિતાથી અલગ કરી દીધો. અન્ય એક યૂઝરે લખ્યું, તમારી હાલત તો બદત્તર હતી ને. ઘરેણાં વેચાઈ ગયા હતા અને કહેતી હતી કે નોકરી શોધું છું. મતલબ મહિલાના નામે મજાક બનાવીને કાખી છે. અન્ય એક યૂઝરે લખ્યું, આમની પાસે આટલી શાનદાર બર્થ ડે પાર્ટીઓ આપવાના રૂપિયા હોય તો પછી એલિમની (ભરણપોષણ ખર્ચ) માટે શું કામ ઝઘડી રહ્યા છે?
હવે તમારા નિવેદનો પર કોણ ભરોસો કરશે? વધુ એક યૂઝરે કાવિશને કરણથી દૂર કરવાનો આરોપ લગાવીને નિશાને ડ્રામા ક્વિન કહી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ નિશાએ પતિ કરણ પર ઘરેલુ હિંસા અને મારઝૂડના આરોપ લગાવ્યા હતા. પોલીસ ફરિયાદ કરતાં એક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. જાેકે, બાદમાં થોડા જ કલાકોમાં કરણ જામીન પર છૂટ્યો હતો.