Western Times News

Gujarati News

નિશા રાવલે દીકરા કાવિશ સાથેની ૩ તસવીરો શેર કરી

મુંબઈ: એક્ટ્રેસ નિશા રાવલ છેલ્લા થોડા સમયથી પતિ અને એક્ટર કરણ મહેરા સાથે ચાલી રહેલા વિખવાદને કારણે ચર્ચામાં છે. આ મહિનાની શરૂઆતમાં જ નિશા રાવલે પતિ સામે મારઝૂડની ફરિયાદ કરી હતી. ત્યારબાદ નિશા અને કરણે એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કર્યા હતા. પતિ સાથેનો વિખવાદ ખુલ્લો પડ્યા બાદ નિશા રાવલ અમુક દિવસો સુધી સોશિયલ મીડિયાથી દૂર રહી હતી. જાેકે, હવે ફરી નિશા સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ છે. નિશાએ હાલમાં જ દીકરા કાવિશ સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે

જીવનમાં કયા પડકારનો સામનો કરી રહી છે તે જણાવ્યું છે. નિશા રાવલે દીકરા કાવિશ સાથેની ત્રણ તસવીરો શેર કરી છે. જેમાં બંને હળવા મૂડમાં પોઝ આપી રહ્યા છે. આ તસવીરો શેર કરતાં નિશાએ લખ્યું, “સામાન્ય સ્થિતિ હવે પડકાર જેવી લાગે છે પણ હું તેને સ્વીકારું છું.” હાલ નિશા જીવનના મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે અને તેની સામે ઘણાં પડકારો છે.

ત્યારે નિશા આ પોસ્ટ થકી કહેવા માગે છે કે તે જીવનના દરેક પડકાર સ્વીકારવા તૈયાર છે. નિશાની આ પોસ્ટ પર કેટલાક ફેન્સ મજબૂત રહેજે તેવી કોમેન્ટ કરી રહ્યા છે. તો કેટલાક હાર્ટના ઈમોજી દ્વારા નિશા અને કાવિશ પર પ્રેમ વરસાવી રહ્યા છે. દરમિયાન નિશાની ફ્રેન્ડ અને સેલિબ્રિટી ટેરો કાર્ડ રીડર મુનિશા ખટવાનીએ પણ કોમેન્ટ કરતાં લખ્યું, ખૂબ પસંદ આવી?

૧૪ જૂને નિશાએ પોતાના દીકરા કાવિશનો ચોથો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો. કાવિશની બર્થ ડે પાર્ટીમાં નિશાના મિત્રો હાજર રહ્યા હતા જ્યારે તેનો પતિ કરણ ક્યાંય જાેવા નહોતો મળ્યો. સ્પેસ થીમ આધારિત બર્થ ડે પાર્ટીમાં નિશાએ કરણને આમંત્રણ ન આપતાં સોશિયલ મીડિયાનો એક વર્ગ નારાજ થયો હતો અને નિશાને ટ્રોલ કરવાની શરૂ કરી હતી.

લોકોએ નિશા પર કાવિશને પિતાથી દૂર કરવાનો આરોપ મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં નિશાએ કરણ સામે કરેલી પોલીસ ફરિયાદ બાદ બંને સાથે નથી રહેતા. કાવિશ હાલ નિશા પાસે રહે છે. કપલના ડિવોર્સની પ્રક્રિયા પણ ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ મહિનાના પ્રારંભે કરણ અને નિશા વચ્ચે થયેલો ઝઘડો એલિમની (ભરણપોષણ ખર્ચ) માટે હતો. આ ઉપરાંત હવે કાવિશની કસ્ટડી અંગે પણ વિખવાદ ચાલી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.