Western Times News

Gujarati News

નિષ્ણાતોના મતે અમદાવાદમાં ઘટ્યો કોરોના સંક્રમણ દર

અમદાવાદ: કોવિડ-૧૯ના દર્દીઓથી ઊભરાતી હોસ્પિટલો અને નવા દર્દીઓને દાખલ કરવા બેડના હોવા કોઈ પણ જાહેર આરોગ્ય વ્યવસ્થા માટે સૌથી નઠારા સ્વપ્ન સમાન છે. કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારે અમદાવાદમાં આ સ્થિતિની ઝલક જાેવા મળી હતી. ઇં વેલ્યૂ (અસરકારક રિપ્રોડક્શન રેટ)ના આધારે તાજા ઈન્ફેક્શન રેટ મુજબ, કોરોનાનો એક દર્દી કેટલાને ચેપ લગાડી શકે છે તેનું આકલન કરવામાં આવ્યું. જે મુજબ, મોરબી, વલસાડ, મહિસાગર, ગીર સોમનાથ, દાહોદ, અમરેલી, સુરેન્દ્રનગર અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં આગામી દિવસોમાં ટ્રાન્સમિશનનો દર ઊંચો રહી શકે છે.

તો બીજી તરફ અમદાવાદમાં હવે ટ્રાન્સમિશન રેટ ખૂબ નીચો છે. રોજિંદા રિપોર્ટ પરથી સાચો ટ્રાન્સમિશન રેટ જાણી શકાતો નથી પરંતુ સ્ટેટિસ્ટિકલ પદ્ધતિના આધારે ઇં (અસરકારક રિપ્રોડક્શન નંબર) જાણી શકાય છે. ૧ ઇંનો મતલબ છે કે મહામારી સ્થિર છે. એક સંક્રમિત વ્યક્તિ અન્ય એકને સંક્રમિત કરી શકે છે. જાે ઇં૧થી નીચે હોય તો સમજવું કે મહામારીનો અંત આવશે પણ તેમાં થોડો સમય લાગશે. પરંતુ જાે ઇંનું મૂલ્ય ૧થી વધુ હોય તો કેસમાં ઉછાળો આવશે. ધારો કે, ૧૦૦૦ લોકો કોરોનાથી સંક્રમિત હોય અને ઇં ૧.૩ હોય તો તેઓ ૧૩૦૦ લોકોને ચેપ લગાડી શકે છે. બીજાે વર્ગ ૧,૬૯૦ લોકોને ચેપ લગાડશે અને આમ ચાલ્યા જ કરશે.

ગુજરાતમાં મોરબી જિલ્લામાં સૌથી ઊંચું ઇં મૂલ્ય નોંધાયું. અહીં ઇંનું મૂલ્ય ૨ છે, જે ખતરાની ઘંટડી સમાન છે. તો અમદાવાદમાં સૌથી નીચો ૦.૯૧ ઇં નોંધાયો. સુરત, રાજકોટ, મહિસાગર, દાહોદ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં ૧.૧૧થી ૧.૮૭ વચ્ચે ઇં મૂલ્ય નોંધાયું, જે નીચું લાવવાની જરૂર છે.

આ સ્ટેટિસ્ટિકલ પદ્ધતિ રિયલ ટાઈમ બેસિઅન એસ્ટિમેશનના ગણિતશાસ્ત્રના મોડલ પર આધારિત છે. જે સૌથી પહેલીવાર વૈજ્ઞાનિકો લુઈસ એમએ બેટનકોર્ટ  અને ઇેઅ સ્ ઈૈહ્વીિર્ૈ દ્વારા સૂચવવામાં આવ્યું હતું. આ મોડલના આધારે ડેટા સાયન્ટિસ્ટ નિધિ ગુપ્તા, હરસિમર સિંહ અને અનુરાગ ગુપ્તાએ રિયલ ટાઈમ ઇં ટ્રેકર વિકસાવ્યું છે, જે રોજ સરકાર દ્વારા જાહેર કરતાં આંકડાને આધારિત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.