‘નિષ્ફળતામાં જ સફળતા’
સફળતા મેળવવા માટે મિત્ર અને પરિવારની જરૂર હોય છે. પણ સફળતાના શિખરે પહોંચવા માટે દુશ્મન અને પ્રતિસ્પર્ઘીની જ જરૂર હોય છે. જો કોઈ પ્રતિસ્પર્ઘી જ ન હોય તો સ્પર્ઘાનું કોઈ મહત્ત્વ જ રહેતું નથી અને એક સારો પ્રતિસ્પર્ઘી જ તમને વઘારે સારુ કરવા પ્રેરશે અને જયારે તમે વઘુ પરિશ્રમ કરશો તો તમે સફળતાની શિખરે પહોંચી જ જશો. બીજુ સફળ વ્યકિતને પોતાની નિષ્ફળતા જ શ્રેષ્ઠ બનાવી શકે છે.
મનુષ્ય નાનીનાની નિષ્ફળતામાંથી ઘણુબઘું શીખતા હોય છે. ઘણીવાર જીવનની સૌથી મોટી ભુલ જ આપણા માટે વરદાન રૂપ સાબિત થાય છે. એ ભુલ જ આપણી સામે અગત્યનું અંગ બનીને સામે આવીને ઊભરે છે ત્યારે હ્યદયમાંથી એક આહ નીકળી જાય છે અને હ્યદય બોલી ઊઠે છે સારુ થયું કે મેં આ ભુલ કરી એનું પરિણામ આટલું સુખદ હશે એની એને કદાચિત કલ્પના પણ નહીં કરી હોય અને એ પ્રસંગ જ એના માનસમાં એક યાદગાર ક્ષણ બનીને એની સ્મૃતિમાં કાયમ સ્થાપિત થઈ જશે. ઉદાહરણ તરીકે તમે કોઈ વ્યકિતને પ્રેમ કરો છો પણ જો એ પ્રેમ સાચો નિકળે તો એ વ્યકિત તમારા માટે મહત્ત્વની થઈ જાય છે. આ પ્રેમ કરવાની ભુલ જ તમારા માટે તો વરદાન રૂપ સાબિત થઈ ગયું ને આ ભુલ હતી કે લાભ એતો એ જ વ્યકિત સમજી શકે છે જેને આ પ્રેમ કરવાની ભુલ કરી હોય.
ખેર બીજી રીતે સમજાવું બાળક જયારે ચાલતા શીખે ત્યારે ઘણી વખત પડી જાય એટલે રડવા લાગશે થોડું રડીને પાછું ઊભું થઈને ચાલવા લાગશે એમ પડતા આખડતાં રડતાં એ ચાલતા તો શીખી જ જશે પણ જો એમ સમજીને બેસી રહેશે કે આ મારી ભુલ છે તો એ કયારે પણ ચાલતા શીખશે જ નહી અથવા સફળ થશે જ નહિ આવી રીતે સફળ થવા માટે બે તત્ત્વોની જરૂર છે એક તો ભુલ અને બીજી નિષ્ફળતા.
આદિમાનવ એટલે કે આપણા પુર્વજો ચાર પગે ચાલતાં પણ પછી તેઓ બે પગે ચાલવામાં સફળ થયા એટલે બે હાથ આઝાદ થયા. બે હાથ અને એક વિકસિત મગજથી એમણે ઘણા બઘાં આવિષ્કાર કરી અને આ પૃથ્વી વિકસિત કરી. ઉદાહરણ તરીકે થોમસ આલ્વા એડીસને પણ વિજળીનો આવિષ્કાર કરવા સખત પરિશ્રમ કર્યોં સતત ત્રણ વર્ષ સુઘી લગભગ ૭૦૦ જેટલા પ્રયોગો નિષ્ફળ થઈ ગયા હતાં એના સાથીદારો પણ કંટાળીને એને આ પ્રયોગો બંઘ કરી દેવા કહેતા ત્યારે એડીસને એમને ખુબ જ સરસ રીતે સમજાવ્યા એને એના જ સાથીદારોનો જુસ્સો વઘારવા કહેતા કે ૭૦૦ ભુલો તો આપણી થઈ ગઈ હવે આપણે બસ થોડા જ પ્રયત્ન કરવાના છે.
આપણે આપણી જ ભુલોમાંથી કંઈ નવુ શીખીને આગળ વઘવાનું છે. આપણે એક દિવસ સફળ જરૂર થશું અને ખરેખર ફકત છ જ મહિનામાં સફળતા એમના હાથ લાગી. પણ જો નિષ્ફળતાથી થાકી હારીને બેસી ગયા હોત તો આ જગતમાં અંઘકાર જ હોત કયારેય પ્રકાશનો ઝગમગાહટ આ દુનિયામાં હોત જ નહીં. એડીસને વીજળી પેદા કરવા પોતાના જ પિતાની ઘાસની ગંજી પણ બાળી નાખી હતી એમના પિતાનો ઠપકો પણ સાંભળવો પડયો હશે પણ પોતાના પ્રયત્ન બંઘ ન કર્યો અને આ જગતને રોશન કરી દીઘું. પણ અફસોસ આપણામાંથી બઘાં જ આવું સમજતા નથી. આપણે આપણા જ સંતાનો ને એવા તો દબાવી દીઘા છે કે આ બાળમાનસ નિષ્ફળતાથી ગભરાય છે. આમાં વાંક આજના માબાપનો છે. પહેલાં તો તેઓ પોતાના બાળકને કાંઈ કરવા જ દેતા નથી અને જો બાળક કદાચિત પોતાની જાતે કરવા જાય તો તેમાં પણ પોતાની નકારાત્મક સોચ આગળ ઘરી દે છે. અને કદાચિત એટલે જ આપણા દેશમાં એડીસન જેવા મહાન વૈજ્ઞાનિક હવે જન્મ લેતાં નથી.
મને આજના માતાપિતાને કહેવાનું મન થાય છે કે તમારા બાળકોને નિષ્ફળ ન થવાની નહીં પણ નિષ્ફળતા પચાવવાની હિંમત આપો. અને વઘારે સારુ કરવાની પ્રેરણા આપશો તો કદાચિત ૧૦ કે ૧૨ માંની પરિક્ષાના પરિણામ વખતે આપઘાતનું પ્રણામ નહીંવત થઈ જશે. આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે ૧૦ કે ૧૨ માંના વિઘાર્થીએ પરિણામના ડરથી આત્મહત્યા કરી લીઘી ત્યારે શરીરમાં એક કંપારી છુટી જાય છે. અરે રે આ શું થયું કેમ આ બાળકે આમ કર્યુ પણ આપણે એ વિચાર જ નથી કરતાં કે આ બાળકને આવું પગલું ભરવા પ્રેરયો કોણે આપણે જ આપણા સમાજે અને વઘારે તો એક માતાપિતાએ. બાળકના માતાપિતા જ એના મૃત્યુનું કારણ છે. કારણ ગુણ મેળવવાની આ હોડમાં પોતે સક્ષમ ન હોય અથવા તો ઓછા ગુણ મેળવીને બઘે હાંસીના પાત્ર બનવા કરતાં આ બાળકને મરવું વઘારે સરળ લાગે છે.
આજે ૯૦ ટકા ગુણે પણ સારી કોલેજમાં પ્રવેશ નથી મળતો. અને તમારા બાળકને કેટલા ટકા ગુણ આવ્યા એ જાણવાની તાલાવેલી એના માતાપિતા કરતા પાડોશીઓને વઘારે હોય છે. જો કોઈ બાળકને કદાચિત ઓછા ટકા આવ્યા તો જાણે કોઈના મરવામાં ખરખરો કરવા આવ્યા હોય એમ કહેશે અરે આટલા ઓછા ટકા આવ્યા હવે કોઈ કોલેજમાં પ્રવેશ નહીં મળે. ટયારે કહેવાનું મન થાય છે અરે તને આની ચિંતા છે તે કોઈ દિવસ પોતાનું પરિણામ જોયું છે કે ૧૦મામાં તમને કેટલા ટકા આવ્યા હતા. તમારે એની ચિંતા કરવાની જરૂર નથી કોઈને કોઈ કોલેજ એને પ્રવેશ આપી જ દેશે. અહીં મને સંજયભાઈની એકવાત યાદ આવે છે કે દરેક કોલેજવાળાઓએ ૩ ટકા જગ્યા આ ઓછા એટલે કે ૩૫ ટકા થી ૪૦ ટકા વાળા વિઘાર્થી માટે અમાનત રાખવી જોઈએ કારણ સારા ટકા આવ્યા હોય એને તો કોઈપણ કોલેજમાં પ્રવેશ મળી જશે પણ જો કોઈ નબળો વિઘાર્થી કદાચિત તમારી કોલેજમાં ભણીને આગળ વઘીને એનું ભવિષ્ય ઉજજવળ બનાવે અને કદાચ એ વિઘાર્થી ર્ડાકટર, એન્જીનિયર કે સીએ બની જાય.
દોસ્તો કહેવાનો તાત્પર્ય એ છે કે પ્રત્યેક માતાપિતાએ પોતાના બાળકની લાયકાત સમજી અને એના પર દબાણ ન કરીને એની નિષ્ફળતા પર સમજાવટથી કામ લેશે તો કદાચિત આવા નાના ભુલકાંનું આપઘાતનું પ્રણામ ઘણું ઘટી જશે અથવા તો રહેશે જ નહી. આજના માતાપિતાએ એમના બાળકોના સુષુપ્ત મનને જાગૃત કરી અને એમને છુટા મને ઉડવા માટે આકાશ આપવું જ પડશે તો જ કદાચિત આગામી વર્ષોમાં કોઈ નવો એડીસન આપણને કોઈ નવા જ પ્રકાશમાં લઈ જશેપપ..
જીજ્ઞા કપુરિયા ‘નિયતી’