નિસ્વાર્થ સેવા સંગઠન પ્રમુખ નીતિન ઠાકોર બનાસકાંઠા નું ગૌરવ વધાર્યું
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા વર્ષોથી નિસ્વાર્થ ભાવથી લોકોને મદદરૂપ બનનારી સંસ્થા નિસ્વાર્થ સેવા સંગઠન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના કપરા સમયમાં છેલ્લા અગિયાર મહિના થી નિશુલ્ક માસ્ક હેન્ડ સેનિટાઈઝર અને ભોજનની સુવિધા પૂરી પાડી લોકોને મદદરૂપ બનવાનો પ્રયાસ કર્યોછે
ત્યારે કોરોના સમયના અંદર વિશ્વના વૈશ્વિક બીમારી કોરોનાથી અસરગ્રસ્ત થઈ જે લોકો મોતને ભેટયા હતા એવા લોકોની આત્માની શાંતિ માટે નિસ્વાર્થ સેવા સંગઠન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ નીતીનભાઇ ઠાકોર અને એમની ટીમ દ્વારા પાલનપુરની બાજુમાં આવેલ બાલારામ મંદિરના નદી કિનારે બ્રાહ્મણો સહિત શાસ્ત્રો અનુસાર તર્પણ વિધિ કરવામાં આવી હતી
જ્યારે બીજા દેશના લોકોએ આ તર્પણ વિધિ ની નોંધ લેધિ પ્રમુખ નીતિનભાઈ ઠાકોર અને નિસ્વાર્થ સેવા સંગઠન ને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લન્ડન માં સ્થાન મેળવી ગોવા ની તાજ હોટલ મુકામે મિસ્ટર વીલી જેલર પ્રેસિડેન્ટ ફેડરેશન ઓફ કોમનવેલ્થ જર્મની મીસીજ પૂનમ જેજલર વાઇસ ચેરમેન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સ્વીઝરલેન્ડ મિસ્ટર સંતોષ શુક્લા
સુપ્રીમ કોર્ટ એડવોકેટ મિસ્ટર વિક્રમ ત્રિવેદી વાઇસ પ્રેસિડેન્ટ સાઉથ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને ૨ ફેબ્રુઆરી ૨૦૨૧ દિલ્હીમાં ભારત સરકાર કેન્દ્રીય મંત્રી શ્રી રામદાસ અઠાવલે કેન્દ્ર મંત્રી અને નેપાલ સરકારના કેબિનેટ મિનિસ્ટર શ્રી રામબીર માનધર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને નિસ્વાર્થ સેવા સંગઠન પ્રમુખ નીતિનભાઈ ઠાકોર બનાસકાંઠા નું ગૌરવ વધાર્યું છે