Western Times News

Gujarati News

નીખિલના ચોંકાવનારા ખુલાસા બાદ યશ-નુસરતની રોમાન્ટિક તસવીરો વાયરલ

મુંબઇ: નીખિલ જૈને નુસરત વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા છે અને કહ્યું કે, તેની પાસે ઘરની લોન ભરવાના પૈસા પણ નહોતા. મેં તેને પૈસા આપ્યા અને લગ્નના થોડા જ દિવસોમાં તેણે મારી સાથે દગો કરવાની શરૂઆત કરી દીધી હતી. આ ખુલાસા બાદ યશ અને નુસરતની રોમાન્ટિક તસવીરો વાયરલ થઇ રહી છે. અફવા છે કે નુસરતનું એક્સ્ટ્રા મેરિટલ અફેર ભાજપના નેતા યશ દાસગુપ્તા સાથે ચાલી રહ્યું છે અને નુસરતનું બાળક પણ નીખિલનું નથી. નુસરત અને યશ સાથે અલગ અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે.

ટીએમસી સાંસદ તથા એક્ટ્રેસ નુસરત જહાં અને તેના પતિ નિખિલ જૈન બંનેના અલગ થવાની ચર્ચા બાદ હવે પતિ નિખિલ જૈન દ્વારા ઘણો મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. નુસરતે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે નિખિલે આર્થિક રીતે તેની સતામણી કરી હતી. વધુમાં તેણે કહ્યું કે આ લગ્ન ગેરમાન્ય છે અને આ લગ્નને કોઈ પણ પ્રકારની માન્યતા મળી જ નથી. આ આરોપો બાદ નિખિલે બધી જ વાતોનો ખુલાસો કર્યો છે સાથે તેણે ૨ પાનાંનું સ્ટેટમેન્ટ રજૂ કર્યું છે.

નિખિલે આ સ્ટેટમેન્ટમાં કહ્યું “મે નુસરત સાથે લગ્ન કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો તેણે ખુશી ખુશી આ પ્રસ્તાવ સ્વીકાર્યો પણ હતો, અમે જૂન ૨૦૧૯ માં તુર્કીમાં જઈ ડેસ્ટિનેશન લગ્ન કર્યા હતા અને પછી ભારત આવી કોલકાતામાં રિસેપ્શન આપ્યું હતું. અમે પણ સમાજમાં રહેતા બીજા પતિ પત્નીની જેમ સાથે જ રહેતા હતા અને લોકો પણ અમને પતિ પત્નીની જેમ જ સ્વીકાર્યા હતા. મે એક જવાબદાર પતિની જેમ સમય અને પૈસા બધુ જ નુસરતને આપ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.