Western Times News

Gujarati News

નીચલી કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી ફાંસીની સજા હળવી કરવા ફેનિલના હવાતિયા

ફાંસીની સજા રદ્દ કરવા ફેનિલ ગોયાણીની હાઈકોર્ટમાં અપીલ

સુરત,  સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવનારા સુરતના ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમમાં આરોપી ફેનિલ ગોયાણીને નીચલી કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. ત્યારે સજા હળવી કરવા માટે આરોપી ફેનિલ ગોયાણીએ ગુજરાત હાઈકોર્ટમાં ક્રિમીનલ અપીલ ફાઈલ કરી છે. આ મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.

બીજી તરફ, આરોપી ફેનિલ ગોયાણીને તાત્કાલિક ફાંસીની સજા થાય એ માટે તેના કન્ફર્મેશન કેસને લઈ રાજ્ય સરકાર તરફથી પહેલેથી જ હાઈકોર્ટમાં અપીલ ફાઈલ કરાયેલી છે. મહત્વનું છે કે, આરોપી ફેનિલ યોગાણીએ ગ્રીષ્મા વેકરીયાની જાહેરમાં જ હત્યા કરી નાખી હતી અને આ કેસમાં તેને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

સુરતમાં ગયા ફેબ્રુઆરી મહિનામાં એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણીએ ૨૧ વર્ષની ગ્રીષ્મા વેકરીયાની જાહેરમાં જ ઠંડે કલેજે હત્યા કરી નાખી હતી. આ હત્યા બાદ માત્ર સુરતમાં જ નહીં આખા ગુજરાતમાં ખળભળાટ મચી ગયો હતો. ગ્રીષ્મા વેકરીય હત્યા કેસમાં સુરત સેશન્સ કોર્ટે ગઈ ૫ મેના રોજ એક સીમાચિહ્ન ચૂકાદા મારફતે આ કેસને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણાવીને આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી હતી.

ટ્રાયલ કોર્ટના જજે પોતાના ચૂકાદામાં એવું પણ અવલોકન કર્યું હતું કે, આરોપી ફેનિલ ગોયાણીએ એક કસાઈની જેમ પ્રાણીની કતલ કરે એ રીતે મૃતક ગ્રીષ્મા વેકરીયાના ગળા પર ઘાતક હથિયારથી ઘા કર્યા છે. પોતાની ૨૮ વર્ષની કારકિર્દીમાં આવો કેસ તેમણે જાેયો નથી. આ રેરેસ્ટ ઓફ રેર કેસની વ્યાખ્યામાં આવતો કેસ છે. જે બાદ આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી.

બીજી તરફ, ટ્રાયલ કોર્ટના આ ચૂકાદા બાદ રાજ્ય સરકાર દ્વારા આરોપી ફેનિલને તાત્કાલિક ફાંસીની સજા ફટકારવાની માંગણી સાથે કન્ફર્મેશન કેસને લઈ હાઈકોર્ટમાં પણ અપીલ દાખલ કરી દેવામાં આવી છે. ત્યારે હવે આરોપી ફેનિલ ગોયાણીએ ટ્રાયલ કોર્ટની ફાંસીની સજા હળવી કરવા માટે નીચલી કોર્ટના હુકમને પડકારતી ક્રિમીનલ અપીલ ગુજરાત હાઈકોર્ટમાં કરી છે. ત્યારે આગામી દિવસોમાં આ મામલે સુનાવણી હાથ ધરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.