નીચે પડેલી બેગ લઈ રહેલી મહિલા અડફેટે આવતાં મોત
સુરત, શહેરના પાંડેસરા વિસ્તારમાં ચાલુ બાઈક પરથી રોડ પર પર પડેલી બેગ લેવા ગયેલી મહિલાનું કારની અડફેટે કરૂણ મોત થયું હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સોમવારે વહેલી સવારે આ ઘટના બની હતી. મહિલાને અડફેટે લીધા બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા સહિત આ કેસમાં આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
મીડિયા રિપોર્ટ મુજબ દિવાળીના તહેવારોમાં રજા હોવાથી વેકેશન માણવા માટે પતિ વિમલ પત્ની સોનલ સાથે મુંબઈ ફરવા જઇ રહ્યો હતો. બંનેએ પાંચ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. જાે કે, કારની અડફેટે પત્નીનું મોત થતાં ફરવાની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ છે.
વિમલના પરિવારના જણાવ્યા મુજબ વિમલ અલથાણ આનંદ હોમ્સમાં રહે છે અને મેડિકલ સ્ટોરમાં મેડિસિન ડિલિવરીનું કામ કરે છે. ભાભી સોનલ સાથે પ્રેમલગ્ન કરીને ૫ વર્ષ જ થયાં હતાં. સવારે અકસ્માતની જાણ થતાં હોસ્પિટલ દોડી ગયા હતા.
જ્યાં ભાભીનો મૃતદેહ જાેઈ પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. મૃતક મહિલાના પતિના જણાવ્યા અનુસાર તેઓ આજે મુંબઈ જઈ રહ્યા હતા. બાઇક રેલવે સ્ટેશન પર મૂકી ટ્રેનનું રિઝર્વેશન હતું. ઘરેથી નીકળ્યાને કૂદીગામ નજીક બાઇક પરથી કપડાની બેગ પડી ગઈ હતી, એટલે સોનલ એ બેગ લેવા ગઈ હતી.
દરમિયાન એક કારચાલક સોનલને અડફેટે લઈ હવામાં ફંગોળી નાસી ગયો હતો. અકસ્માત સર્જાતા સોનલના શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈજાઓ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ પણ પહોંચી હતી અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.SSS