નીટ અને જેઇઇની પરીક્ષા કરાવવી તાનાશાહી વલણ: ચંદ્રશેખર આઝાદ
નવીદિલ્હી, આઝાદ સમાજ પાર્ટીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદે જણાવ્યું છે કે ભારતમાં લોકતંત્ર છે જે જનતા ઇચ્છે છે તેજ થાય છે હજુ સ્થિતિ એવી નથી કે પરીક્ષા થાય કારણ કે કોરોના ચરમ પર છે લોકોના જીવ બચાવવા મુશ્કેલ થઇ રહ્યાં છે સરકારની પાસે આરોગ્ય સુવિધા નથી પરંતુ સરકાર તાનાશાહી પર ઉતરી આવી છે. જે નીટ અને જેઇઇની પરીક્ષાઓ કરાવી રહી છે હાલ આપણે લોકોના જીવ બચાવવા જાેઇએ લોકોનો જીવ જશે હું તેની વિરૂધ્ધ છે.
તેમણે કહ્યું કે સરકાર ખાનગીકરણ કરી રહી છે યુવાઓને રોજગાર મળી રહ્યાં નથી યુપીમાં અપરાધિઓને સત્તાનું સંરક્ષણ પ્રાપ્ત છે જયારે યોગ્ય કાર્યવાહી થશે નહીં અને જાતિ અને ધર્મ બતાવી કાર્યવાહી થશે તો અપરાધ વધશે ભાજપના નેતા ખુદ અપરાધ કરી રહ્યાં છે અને તેમને સંરક્ષણ મળી રહ્યું છે તેનાથી અપરાધને પ્રોત્સાહન મળશે જનતા પરેશાન છે કોઇ પુત્રી ડરના કારણે ઘરની બહાર નિકળતા ડરશે જયારે વ્યક્તિ પોતાના લોકોના હાથ નથી પકડતું તો કોઇના પગ પકડે છે જાે તેમણે બહુજનનું કામ કર્યું હોત તો આવી સ્થિતિ આવી ન હોત મૂર્તિ બનાવવાથી દેશ અને પ્રદેશનું ભલુ થવાનું નથી.
આઝાદે કહ્યું કે આજે સરકારી વિભાગ ખતમ કરી રહી છે રોજગાર ખતમ કરી રહી છે યુવાનોના સપના મરી રહ્યાં છે. જયારે જાતિ અને ધર્મની રાજનીતિ થઇ રહી છે કારણ કે લોકો સરકારનો વિરોધ કરે નહીં તેમની હામાં હાલ મિલાવે બસપા બ્રાહ્મણના નામ પર પોતાનો એજન્ડા સેટ કરી રહી છે હવે તેમને દલિત અને બહુજન સમાજે સમર્થન આપવાનું બંધ કરી દીધુ છે હવે તે તેમના મુદ્દા પર વાત કરતી નથી જનતા સમજી ચુકી છે કે કોઇનું ભલુ કરવાની નથી અમારી પ્રથમ કોશિશ અમારૂ સંગઠન મજબુત કરવાનું છે. અમારો મુખ્ય શત્રુ ભાજપ છે કારણ કે તે ખાનગીકરણને પ્રોત્સાહન આપી રહી છે.તેના સમયમાં અપરાધ વધ્યા છે.દેશ નબળો થઇ રહ્યો છે.દેશના યુવાઓ માટે ભાજપને રોકવો જરૂરી છે.HS