Western Times News

Gujarati News

નીટ પીજીની પરીક્ષા નિર્ધારિત ૨૧ મેએ જ યોજવામાં આવશે

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે આજ રોજ નીટ પીજી ૨૦૨૨પરીક્ષા ટાળવાનો ઈનકાર કરી દીધો છે. ત્યારે નીટ પીજીની પરીક્ષા પોતાની નિર્ધારિત તારીખ એટલે કે, ૨૧ મે ૨૦૨૨ના રોજ જ યોજાશે. સુપ્રીમ કોર્ટે ડોક્ટર્સ માટેની નીટ-પીજી ૨૦૨૨ની પરીક્ષા ટાળવાની માગણી કરતી અરજીને ફગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, પરીક્ષા ટાળવાથી અરાજકતા અને અનિશ્ચિતતા સર્જાશે. ઉપરાંત તેનાથી દર્દીઓની દેખભાળ પણ પ્રભાવિત થશે. સાથે જ નીટ પીજીની તૈયારી કરી રહેલા ૨ લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ માટે પૂર્વગ્રહ પેદા થશે.

સુપ્રીમ કોર્ટે નીટ-પીજી ૨૦૨૨ની પરીક્ષા ટાળવાની માગણી કરતી અરજી મુદ્દે કહ્યું કે, તેનાથી હોસ્પિટલ્સમાં ડોક્ટર્સની કમી સર્જાશે.આ સરકારની પોલિસીનો મુદ્દો છે.

ઉલ્લેખનીય છે કે, મેડિકલ વિદ્યાર્થીઓએ નીટ પીજી ૨૦૨૨ પરીક્ષાની તૈયારીઓ માટે પૂરતો સમય ન મળ્યો હોવાના કારણે સુપ્રીમ કોર્ટ સમક્ષ નીટ-પીજી ૨૦૨૨ની પરીક્ષાની તારીખ લંબાવવાની માગણી કરી હતી. અરજીકર્તાઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, ડોક્ટર્સને તૈયારી માટે પૂરતો સમય નથી મળ્યો. ઉપરાંત નીટ-પીજી ૨૦૨૧નું કાઉન્સેલિંગ હજુ સુધી ચાલી રહ્યું છે.

નીટી-પીજી ૨૦૨૧નું કાઉન્સેલિંગ અને નીટ-પીજી ૨૦૨૨ની પરીક્ષા પણ એકબીજા સાથે ટકરાઈ રહી છે. તેવામાં નીટ પીજી ૨૦૨૨માં ભાગ લેવા માટે ઈચ્છુક ડોક્ટર્સને પરીક્ષાની તૈયારી માટે થોડો વધુ સમય આપવામાં આવે. ડોક્ટર્સને આ પરીક્ષા માટે ઓછામાં ઓછા ૪ સપ્તાહનો સમય જાેઈએ છીએ.

અરજીકર્તાઓએ અરજીમાં એવી માગણી કરી હતી કે, કોર્ટ કેન્દ્રને નિર્દેશ આપે કે, જે ઉમેદવાર નીટ પીજી (નીટ પીજી ૨૦૨૧)માં ભાગ લઈ રહ્યા છે તેમને નીટ-પીજી ૨૦૨૨ની પરીક્ષા માટે પંજીકૃત કરવાની મંજૂરી આપવામાં આવે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.