નીતિન દેશમુખના પત્નીએ તેમના ગુમ થવાનો રિપોર્ટ લખાવ્યો
મુંબઇ, મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલ પાથલ વચ્ચે શિવસેનાના નેતા એકનાથ શિંદેએ આજે રાજકારણમાં ભૂકંપ આવે તેવું કામ કર્યુ છે.એ બીજા ૨૧ વિધાયકો સાથે સુરતની એક ફાઈવ સ્ટાર હોટલમાં જઈને બેઠા છે. આ જ વિધાયાકોમાં એક છે નીતિન દેશમુખ. નીતિન દેશમુખની તબિયત ખરાબ થતા તેમને હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા , આ ખબર પછી નીતિન દેશમુખની પત્નીએ તેના પતિના ગુમ થવાની ફરિયાદ નોંધાવી.
નીતિન દેશમુખ બાલાપુર વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે અને તે ગઈકાલે રાત્રે શિંદે સાથે ગુજરાત આવી ગયેલ છે. દેશમુખની પત્ની પ્રાંજલીએ અકોલા પોલીસ થાણામાં એક લેખિત ફરિયાદ કરી છે અને કહ્યું કે મારા પતિ ૨૦ જૂન સાંજે ૭ વાગ્યાથી ઘરે નથી આવ્યા કે તેમની જાેડે ફોન પર પણ વાત નથી થઇ. બની શકે છે તેમની જાનને ખતરો હોય.બીજી તરફ એકનાથ શિંદેને મનાવવાનું શરુ થઇ ચુક્યું છે. એકનાથ સાથે ચર્ચા કરવા ઉદ્ધવ ઠાકરેના નજીકના મિલિન્દ નાર્વેકર અને રવિ ફાટક સુરત જવા રવાના થયા.
મહારાષ્ટમાં આ ઉથલ પાથલ વચ્ચે શિવસેનાના સંજય રાઉતે કહ્યું કે એકનાથ શિંદેનો ઉપયોગ કરીને પાર્ટીને તોડવાનો પ્રયાસ સફળ નહીં થાય. શિંદે એ પાર્ટીના એક વફાદાર કાર્યકર્તા છે, જેમણે ઘણી વાર અમારી સાથે આંદોલનોમાં ભાગ લીધા છે. એ બાલાસાહેબના સિપાહી છે. સાથે જ તેમણે દાવો કર્યો છે કે શિંદે સાથે સંપર્ક થયો છે.મહારાષ્ટ્ર સરકાર કેબિનેટ મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાલાસાહેબ થોરાટે કહ્યું કે અમારી બધા ધારાસભ્યો સાથે વાત થઇ છે અને જાેઈએ આગળ શું થાય છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે અત્યારે વાત કરવી યોગ્ય નથી. એવું ન કહી શકાય કે આઘાડી સરકાર હાલ ખતરામાં છે.HS2KP