નીતિશને હું શું ગોળી મારું, જાતે મરી જશે: લાલુ યાદવ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Lalu-1024x768.jpg)
પટના, છ વર્ષ બાદ ફરી બિહારમાં લાલુ પ્રસાદ યાદવની રાજકારણમાં એન્ટ્રી થઈ છે. આજે લાલુ પ્રસાદે બિહારમાં યોજાનારી પેટા ચૂંટણી માટે એક સભાને સંબોધન કર્યુ હતુ અને તેમાં તેમના જુના તેવર ફરી જાેવા મળ્યા હતા.
બિહારના સીએમ નીતિશ કુમારને ટાર્ગેટ કરતા લાલુ પ્રસાદે કહ્યુ હતુ કે, નીતિશ કહે છે કે લાલુ પ્રસાદ મને ગોળી મરાવી શકશે પણ મારૂ કહેવુ છે કે, હું તમને શું ગોળી મારૂ, તમે પોતે જ મરી જવાના છો.
લાલુ પ્રસાદે કહ્યુ હતુ કે, બિનસાંપ્રદાયિકતા સાથે મેં ક્યારેય સમાધાન કર્યુ નથી પણ નીતિશ કુમાર આરએસએસના ખોળામાં બેસી ગયા છે. તેજસ્વી યાદવને બિહારની જનતાએ મુખ્યમંત્રી બનાવી દીધા હતા પણ નિતિશ કુમારે દગો કરીને પોતાની સરકાર બનાવી લીધી હતી. હું જેલમાં ના હોત તો આવુ ના થાત. લાલુ પ્રસાદે કહ્યુ હતુ કે, જાે કોઈ પણ આરજેડી સમર્થકને ધમકાવવામાં આવ્યા તો યોગ્ય નહીં હોય. કેન્દ્ર સરાકરે કરેલા પંદર લાખના વાયદાનુ શું થયુ ….ભાજપની સરકારે રેલવે, જહાજ બધુ વેચી દીધુ છે.
નીતિશ કહેતા હતા કે હું ભાજપ સાથે નહીં જઉં પણ હવે જુઓ તેમની સરકારની શું હાલત છે. કોઈ એક બાજુ ખેંચે છે તો કોઈ બીજી બાજુ ખેંચી રહ્યુ છે.SSS